(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં આજે પણ ભયાનક કડાકો બોલાઈ જતા રોકાણકારોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં ૯૦૦ પોઈન્ટ સુધીનો તોતિંગ કડાકો બોલાયો છે.
ટેક મહિન્દ્રાની નિરાશાજનક નાણાકીય કામગીરી જાહેર થયા પછી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) શેરોની આગેવાની હેઠળ વેચવાલીનું દબાણ વધી જાય ગુરુવારે ભારતીય શેરબજારોમાં ઘટાડો થયો હતો.
બજારના સાધનો અનુસાર યુ.એસ. ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાથી વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકા વધી ગઈ હોવાને કારણે એકંદર વિશ્વબજારમાં વેચવાલી વધી રહી છે.
તમામ 13 મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સમાં નુકસાન થયું છે. હાઇ વેઇટેજ ધરાવતા બેંકો અને આઈ ટી શેરો અનુક્રમે 1% અને 1.5% તૂટ્યા છે. ટેક મહિન્દ્રાએ 16 વર્ષમાં તેના નફામાં સૌથી મોટો ઘટાડો નોંધાવ્યા પછી, 3% કરતાં વધુ ગબડ્યો છે.
રિયલ્ટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે મેટલ્સ, ઓટો અને જાહેર ક્ષેત્રની બેંકો દરેક એક ટકા થી વધુ ઘટી હતી.
વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ- અને મિડ-કેપ્સ શેરોએ અનુક્રમે 3% અને 2% થી વધુ ગુમાવ્યા હતા.
MSCI એશિયા એક્સ-જાપાન ઇન્ડેક્સ 1.4% ઘટવા સાથે એશિયન બજારો ઘટ્યા હતા. નિરાશાજનક કમાણી પછી અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થતાં આલ્ફાબેટના શેરમાં ઘટાડો થતાં યુએસ શેરો બુધવારે ગબડ્યા હતા.
Taboola Feed