
અમદાવાદ : ગુજરાતમાં ઉનાળા દરમિયાન હવામાનમાં સતત બદલાવ થઈ રહ્યો છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સરકયુલેશન સક્રિય થતા હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે.
બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે અને 16 મે 2025ના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી.
ભારે પવન ફુંકાવાની પણ શક્યતા
હવામાન વિભાગે વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. આ વિસ્તારોમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસું વહેલું પ્રવેશવાની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતા વહેલું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂને ગુજરાતમાં પ્રવેશે છે. જોકે. આ વર્ષે તે 4 દિવસ વહેલું 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે.
આ પણ વાંચો….અમરેલીમાં કડાકા ભડાકા સાથે થયો કમોસમી વરસાદ! ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો…