સ્પેશિયલ ફિચર્સ

એરપોર્ટ પર ભૂલથી પણ આ શબ્દોનો પ્રયોગ કર્યો તો… પછી કહેતા નહીં કે કીધું નહોતું…

આપણામાંથી અનેક લોકોએ ક્યારેકને ક્યારેક તો બાય ફ્લાઈટ ટ્રાવેલ કર્યું જ હશે. બાય ફ્લાઈટ જર્નીએ સૌથી ફાસ્ટેસ્ટ અને કમ્ફર્ટેબલ જર્નીમાંથી એક છે. પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન ન કરવામાં આવે તો તમે મોટી મુસીબતમાં ફસાઈ શકો છો.

પરંતુ શું તમને ખબર છે કે કેટલાક શબ્દો એવા છે કે જેનો પ્રયોગ તમારે હવાઈ મુસાફરી દરમિયાન ના કરવો જોઈએ, નહીં તો તમે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે? ચાલો તમને આ શબ્દો વિશે જણાવીએ-

આપણ વાંચો: ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી; કોલકાતા એરપોર્ટ હાઈ એલર્ટ પર

તમને સાંભળવામાં વિચિત્ર લાગશે પણ આ હકીકત છે. તમે જેવા એ શબ્દોનો પ્રયોગ કરશો એટલે એરપોર્ટ રહેલી સિક્યોરિટી એજન્સી એલર્ટ થઈ જશે. તમારે એરપોર્ટ પર બોમ્બ, બંદુક, ચાકુ, આંતકવાદી, હાઈજેક, વિસ્ફોટક, ક્રેશ, જૈવિક હથિયાર, સ્મગલિંગ કે ડ્રગ્સ જેવા શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ.

આ શબ્દ સાંભળતા જ સિક્યોરિટી ગાર્ડ્સ એક્શનમાં આવી જાય છે અને તમારી જર્નીમાં વિલંબ તો થશે જ પણ એની સાથે સાથે તમે કોઈ મુશ્કેલીમાં પણ ફસાઈ શકો છો.

ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જો તમે ફ્રેન્ડ્સ સાથે વેકેશન પર જઈ રહ્યા છો અને મજાકમાં પણ તમે એવું કહી દો છો કે તમારા બેગમાં બોમ્બ છે તો તરત જ તમારી અટક કરવામાં આવી શકે છે અને તમારા પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આપણે ઘણી વખત ન્યુઝમાં આવા સમાચાર વાંચ્યા જ હશે, અને બાદમાં કંઈ પણ હાથ નથી લાગતું.

આપણ વાંચો: જલંધરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું; અમૃતસરથી ફ્લાઈટ ડાઈવર્ટ કરવામાં આવી…

છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો એવા દર ત્રીજા ચોથા દિવસે એવા સમાચાર આવતા હોય છે કે જેમાં મજાકમાં કે કોઈ બીજા કારણસર આવા શબ્દોનો પ્રયોગ કરે છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

જો તમે પણ આવી મુશ્કેલીમાં ના પડવા માંગતા હોવ તો એરપોર્ટ પર આવા શબ્દોનો પ્રયોગ કરવાનું ટાળો. ઘણી વખત લોકો અજાણતામાં જ આ શબ્દોનો પ્રયોગ કરી બેસે છે અને પોતાની સાથે સાથે બીજાને પણ મુસીબતમાં નાખી દે છે.

છે ને એકદમ યુનિક ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button