
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ મહત્ત્વની વાત જણાવી હતી. પાકિસ્તાનના ન્યુ ક્લિયર ઠેકાણા કિરાના હિલ્સ પર કોઈ હુમલો નહીં કર્યો હોવાનું જણાવ્યું હતું.
સેટેલાઈટ ઈમેજરી સરગોધામાં મુશફ એરબેઝના રનવે પર હુમલો કરવામાં આવ્યો હતો, જે કથિત રીતે કિરાના હિલ્સની નીચે અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર સ્ટોરેજ સંબંધિત હતો. એના પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતના ટાર્ગેટેડ હથિયારો પાકિસ્તાનના પરમાણુ સ્થળને નિશાન બનાવવામાં આવ્યા છે.
આપણ વાંચો: વડાપ્રધાન મોદી આજે રાત્રે આટલા વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે; ઓપરેશન સિંદૂર બાદ પહેલું સંબોધન…
આ માહિતી આપવા માટે ધન્યવાદ
એર માર્શલ એકે ભારતીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે ભારતે કિરાના હિલ્સ પર હુમલો કર્યો હતો તો તેના જવાબમાં કહ્યું હતું કે આ પૂછવા માટે ધન્યવાદ એ વાત માટે કે કિરાના હિલ્સમાં અમુક ન્યુક્લિયર સ્ટોરેજ છે અમને એની ખબર પણ નથી. અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી.
પાકિસ્તાનના 11 એરબેઝનો સફાયો
ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન (ડીજીએઓ) એર માર્શલ એકે ભારતીએ એ વાતને સ્વીકારી હતી કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના કિરાના હિલ્સ ન્યુક્લિયર ઠેકાણાને નિશાન બનાવ્યા નહોતા.
ભારતે તેની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 એરબેઝના ટાર્ગેટ કરીને સફાયો કર્યો હતો, જેમાં સરગોધાથી લઈને નૂર ખાન જેવા મહત્ત્વના સૈન્ય કેમ્પનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર: શહીદી અને ફરજની ભાવનાને સલામ
ભારતની કાઉન્ટર ડ્રોન સિસ્ટમ સક્ષમ
અમારા તમામ મિલિટરી બેઝ, સિસ્ટમ સંપૂર્ણ રીતે ઓપરેશનલ છે અને ભવિષ્યમાં જરુરિયાત ઊભી થઈ તો આગામી મિશન માટે તૈયાર છીએ. અમારા તરફથી જે જાહેર કરવાનું શક્ય છે એ ફોટોથી દર્શાવીએ છીએ, જેમાં તુર્કીના ડ્રોન હોય કે પછી કોઈ પણ, અમારા કાઉન્ટર ડ્રોન સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્ષમ છે. અમારી સાથે ડ્રોનને કાઉન્ટર કરવાની સ્વદેશી ટેક્નોલોજી છે, જેને પુરવાર કર્યું છે, જે કોઈ પણ ટેક્નોલોજીને કાઉન્ટર કરી શકે છે.
કિરાના હિલ્સનું મહત્ત્વ જાણી લો
પાકિસ્તાનના નેતાઓ છાશવારે ભારતને ધમકી આપતા હતા કે ભારત પર પરમાણુ હુમલો કરી શકે છે. પાકિસ્તાન પરમાણુ શસ્ત્રની તાકાત ધરાવતું રાષ્ટ્ર છે. પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારો છુપાવીને કિરાના હિલ્સમાં રાખવામાં આવી રહ્યા છે. કિરાના હિલ્સમાં અંડરગ્રાઉન્ડ ફેસિલિટી સરગોધા એરબેઝથી લગભગ આઠ કિલોમીટર દૂર છે.
લગભગ 70 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો વિસ્તાર સંપૂર્ણ રીતે પાકિસ્તાનના કબજામાં છે. આ વિસ્તાર દરેક પ્રકારની આફત સામે સુરક્ષિત છે, જ્યારે રેલવે, રોડ અને એર ટ્રાન્સપોર્ટ સાથે પણ કનેક્ટેડ છે.
1990ની આસપાસ અમેરિકન સેટેલાઈટ દ્વારા પરમાણુ ટેસ્ટની તસવીરો પકડાઈ હતી. જોકે, અમેરિકાના વિરોધ પછી આ ટેસ્ટ રદ્દ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ શંકા છે કે પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારો અહીં સંતાડ્યા છે.

પસરુર, ચુનિયન અને આરિફવાલા એર ડિફેન્સ કર્યું તબાહ
સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રવિવારે પાકિસ્તાનની અનેક એર ડિફેન્સ રડાર, એરબેઝ અને અન્ય ઠેકાણાને થયેલા નુકસાનની તસવીરો દર્શાવી હતી. એર માર્શલ ભારતીએ કહ્યું હતું કે ઓપરેશન વખતે પસરુર, ચુનિયન અને આરિફવાલા એર ડિફેન્સને તબાહ કરવામાં આવ્યું હતું.
ઓપરેશન સિંદૂર અન્વયે 11 પાકિસ્તાની લશ્કરી ઠેકાણા પર સટિક હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નુકસાન અંગેની તસવીરો પણ રિલીઝ કરી હતી. હુમલા કરેલા ઠેકાણામાં રફીકી, મુરીદકે, ચકલાલા, રહીમ યાર ખાન, સકર, ચુનિયન, પસરુર અને સિયાલકોટમાં રડાર સેન્ટર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, શસ્ત્રોના ડેપોનો સમાવેશ થાય છે.