IPL 2025

IPL 2025 મુલતવી રહેતા પોન્ટિંગ પ્લેનમાં બેસી ગયા હતાં અને પછી….

મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ (India-Pakistan Tesnion) જેવી સ્થિતિ સર્જાતા ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સિઝની બાકીની મેચ મુલતવી રાખવામાં આવી છે. બંને દેશો સીઝફાયર માટે સંમત થયા હવે શાંતિ સ્થપાઈ છે.

જેને કારણે IPL ફરી શરુ કરવામાં આવશે, હાલ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) ટૂંક સમયમાં બાકીની મેચો માટે શેડ્યુલ જાહેર કરી શકે છે. એવામાં અહેવાલ છે કે સ્થિતિને જોતા પંજાબ કિંગ્સ(PBKS)ના કોચ રિકી પોન્ટિંગ(Ricky Ponting)ના વતન પરત ફરવા વિમાનમાં બેસી ગયા હતાં, જો કે તેઓ છેલી ઘડીએ નીચે ઉતરી ગયા હતાં.

8 મેના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ રમાઈ રહી હતી પરંતુ એ સમયે ઇન્ટરનેશનલ બોર્ડર અને LoC પર પાકિસ્તાને ડ્રોન હુમલો શરુ કરતા સુરક્ષા કારણોસર મેચ તાત્કાલિક બંધ કરવામાં આવી હતી.

આપણ વાંચો: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન

ખેલાડીઓને દિલ્હી લાવવામાં આવ્યા:

મેચ રદ થતાં દર્શકોને સ્ટેડીયમની બહાર કાઢવામાં આવ્યા હતાં, તમામ ખેલાડીઓને તાત્કાલિક તેમની હોટલમાં પાછા મોકલી દેવામાં આવ્યા અને પછી બધાને ખાસ ટ્રેન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા. આ પછી, 9 મેના રોજ યોજાનારી મેચ (LSG vs RCB) પહેલા ટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી.

PBKSને પોન્ટિંગની જરૂર:

રિકી પોન્ટિંગના કોચિંગ અને શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સ આ વખતે પોતાનો પહેલો ખિતાબ જીતવા માટે મજબૂત દાવેદાર છે. 8મી મેના રોજ RCB સામે રમાઈ રહેલી મેચમાં પણ ટીમે 10.1 ઓવરમાં 122 રન બનાવ્યા હતા, જો ટીમ આ મેચ જીતી ગઈ હોત, તો તે IPL 2025 ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હોત.

PBKSએ અત્યાર સુધી 11 માંથી 7 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. એવામાં, PBKS ટીમને રિકી પોન્ટિંગના માર્ગદર્શનની ખાસ જરૂર છે.

આપણ વાંચો: પાકિસ્તાન સરકારે પોતાની જ ક્રિકેટ લીગને મુસીબતમાં મૂકી દીધી…જાણો, કેવી રીતે

ખેલાડીઓમાં ગભરાટ:

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે જ્યારે IPL મેચ બંધ કરવામાં આવી ત્યારે પંજાબ કિંગ્સના કોચ રિકી પોન્ટિંગ પણ ખૂબ જ નર્વસ હતા. ઘણા વિદેશી ખેલાડીઓમાં ગભરાટ ફેલાયો હતો. માર્કસ સ્ટોઈનિસ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ અને ઝેવિયર બાર્ટલેટ જેવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઘરે જવા ઈચ્છતા હતાં.

રિકી પોન્ટિંગે છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો:

રિકી પોન્ટિંગ ઘરે પાછા ફરવા માટે વિમાનમાં બેસી ગયા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરંતુ છેલ્લી ઘડીએ તેઓ વિમાનમાંથી ઉતરી ગયા હતાં અને દિલ્હીમાં જ રહ્યા. તેમણે અન્ય વિદેશી ખેલાડીઓને પણ રહેવા માટે મનાવી લીધા.

આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સનું બીજું ટાઇટલ, કૅપિટલ્સ માટે દિલ્હી હજીયે દૂર…

પોન્ટિંગે ખેલાડીઓને સમજાવ્યા:

આ અંગે PBKSના સીઈઓ સતીશ મેનને કહ્યું, “આ પોન્ટિંગના વ્યક્તિત્વને દર્શાવે છે. ઈવું તેઓ જ કરી શકે છે.”ટીમના એક સૂત્રને ટાંકીને, મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વિદેશી ખેલાડીઓ આવી પરિસ્થિતિથી ટેવાયેલા નથી. તેમને ચિંતા થવી સ્વાભાવિક હતી. સ્ટોઈનિસના નેતૃત્વમાં, તેઓ બધા શક્ય તેટલી વહેલી તકે ભારત છોડવા માંગતા હતા. આવું થવું સ્વાભાવિક હતું. પરંતુ યુદ્ધવિરામ પછી પોન્ટિંગે તેમને અહીં રહેવા માટે સમજાવ્યા. જે ખૂબ જ સારી વાત છે.”

આ ખેલાડીએ ભારત છોડ્યું:

પંજાબ કિંગ્સમાં સામેલ એકમાત્ર દક્ષિણ આફ્રિકાનો ખેલાડી માર્કો જેન્સન છે જે ભારત છોડીને ગયો છે, જોકે સારી વાત એ છે કે તે પોતાના દેશ પાછો ફર્યો નથી પરંતુ દુબઈમાં છે. તેનો અર્થ એ કે તે થોડા કલાકોમાં જ ભારત પાછો ફરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button