અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં આજે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જ્યારે ડાંગમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું સ્તર ઊંચું રહેશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે,.

ગુજરાતમાં કયાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, અમદાવાદ, ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા અને ભારે પવન (20-30 કિમી/કલાક) સાથે હળવો વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. સાથે સાથે માવઠા સાથે ઉકળાટ પણ સહન કરવો પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

19 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા મુજબ રવિવારે 11મી મેના રોજ આઠ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, ડાંગ, પોરબંદર અને અમરેલી કમોસમી વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા મુજબ રવિવારે 11મી મેના રોજ સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 6 તાલુકમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાથી ઊભો પાક બરબાદ થઈ રહ્યો છે. જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

થોળ રોડ અંડરપાસમાં કાર ફસાતા ચાલકનું મોત

આગાહી વચ્ચે રવિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને પગલે મોડી રાત્રે મહેસાણાના કડીના થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાતા એક ડમ્પર અને ત્રણ કાર ફસાઇ હતી. જેમાં સ્કોર્પિયો કારના ચાલક પંચાલ હર્ષદભાઇ ભોગીલાલ (ઉ.વ.40), મૂળ રહે. ગામ. મેડાઆદરજ, તા. કડીનું ડૂબી જતાં મોત થયું હતું. જ્યારે ડમ્પરના ચાલક અને ક્લિનર સહિતના 6 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો…..અમરેલીમાં કડાકા ભડાકા સાથે થયો કમોસમી વરસાદ! ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button