ટોપ ન્યૂઝનેશનલ

ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાનના ફાઇટર જેટને નુકસાન, પાકિસ્તાને આખરે સ્વીકાર્યું

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય સુધી સંઘર્ષ બાદ આખરે યુદ્ધવિરામ થયો છે. આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનની સરહદી ચોકીઓ, પાકિસ્તાન અને પીઓકેની અંદર આતંકવાદીઓના કેમ્પો અને 11 પાકિસ્તાની એરબેઝનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે હવે પાકિસ્તાને પણ સ્વીકાર્યું છે કે ભારતે તેના ફાઇટર જેટને પણ નુકસાન પહોંચાડ્યું છે.

એક વિમાનને નુકસાન થયું હતું

આ ઘટના ક્રમમાં રવિવારે મોડી રાત્રે પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું કે ભારત સાથેની લશ્કરી અથડામણ દરમિયાન તેમના ઓછામાં ઓછા એક વિમાનને નુકસાન થયું હતું. જોકે, તેમણે નુકસાનને નજીવું ગણાવ્યું અને તે કયું ફાઇટર પ્લેન હતું તે પણ જાહેર કર્યું નહીં. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ વધુમાં સ્પષ્ટતા કરી કે કોઈ પણ ભારતીય પાયલોટ પાકિસ્તાનની કસ્ટડીમાં નથી અને આવા બધા અહેવાલો નકલી સોશિયલ મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ

જ્યારે ભારતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી અને તેના 11 એરબેઝ ઉડાવી દીધા.તેની બાદ પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરવાનું શરૂ કર્યું જ્યારે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હતી. તેની બાદ ભારત અને પાકિસ્તાને શનિવારે લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા સંમતિ દર્શાવી હતી.

પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું

ભારતીય સેનાએ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાની સેનાના કેટલાક લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા છે. જયારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ નજીકના મુખ્ય લશ્કરી બેઝને પણ નુકસાન થયું છે. ભારતીય સેનાએ રવિવારે પણ કહ્યું હતું કે 35-40 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે.

આ પણ વાંચો…બિગ બ્રેકિંગઃ ભારતીય સેનાનો સપાટોઃ 9 આતંકી કેમ્પ ધ્વસ્ત, 100 આતંકી ઠાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button