વીક એન્ડ

મસ્તરામની મસ્તી: અમારે કરવું શું… કેરીનાં ભજિયાં ખાવા?

  • મિલન ત્રિવેદી

ગુજરાતીઓની અડધી જિંદગી ખાવામાં ગઈ. સિઝને સિઝનમાં નક્કી જ હોય કે ક્યારે શું ખાવું. જમાવટ તો તડકો ચાલુ થયો અને ફળની રાણી કેરીની રૂમઝૂમ સવારી હજુ આવી જ રહી હતી ત્યાં નભો મંડળના મંત્રીમંડળમાં ડખા-ડુખી થઈને પૃથ્વી લોકે ભૂલવું પડ્યું.

સાંભળો, અમારા ચુનંદા સંવાદદાતા ચુનીલાલનો લાઈવ રિપોર્ટ સાંભળો…

ઇન્દ્ર: `શાંતિ..શાંતિ.. શાંતિ.. આ પૃથ્વીલોકની સંસદ સભા નથી કે દેકારો કરો છો. તમે લોકો રાજકીય નેતા નહીં, દેવગણ છો શાંતિ રાખો…દરેકની વાત સાંભળવામાં આવશે. અગ્નિદેવ, તમે માઇક હાથમાંથી મૂકી દ્યો. એ બોલવા માટે છે, ફેંકવા માટે નહીં. લાઈવ-ટેલિકાસ્ટ ચાલુ છે. નામ – સ્વભાવની જેમ આકરા થાવમાં….’

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી: પત્ની પૂછે છે: `સાંજે શું બનાવું?’

અગ્નિ દેવ: `હું છેલ્લાં કેટલા સમયથી બોલવા જાઉં છું ત્યાં વણદેવ અટકાવે છે. વાદળાઓ દબાવવાની કોશિશ કરે તે કેમ ચાલે?’

ઇન્દ્ર : `આ વખતે કોણ બોલશે તે નક્કી કરવા માટે મતદાન થયું ત્યારે વણદેવને સૌથી વધારે મત પ્રાપ્ત થયા છે એટલે એમનો હક લાગે.’

અગ્નિદેવ : મારે એ કહેવું છે કે માં કુટુંબ મને મત આપે છતાં એ મત નીકળે નહીં તો મારે શું સમજવું? નક્કી ઈ.વી.એમ.માં ગડબડી છે. પહેલા આપણે અહીં નિયમ હતો આંગળી ઊંચી કરી અને મત આપતા હતા .એ જૂનો નિયમ પાછો ચાલુ કરો.વારા ફરતી વારો, તારા પછી મારો’ તો હવે મારો વારો છે. ક્યારેક ક્યારેક તો ડોકા કાઢવા દ્યો…. આમાં વાયુદેવ ક્યારે આવશે?

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : ગાજી ગાજીને કહે છે હું મૂંગા મોઢે સહન કરું છું

ગરમીથી માહોલ ક્યારે બનશે? પછી હું તો ફેબ્રુઆરીથી ચાલુ પડી જઈશ અને છેક જુલાઈ સુધી કેડો નહીં મૂકુ, પછી મને ના કહેતા. મારા સપોર્ટમાં સૂર્યનારાયણ દેવ છે જ હું પૃથ્વી પર એક ચક્કર મારી આવું.’

હજી બહાર નીકળે ત્યાં તો કોલાહલ થયો.

`જોયુ? હું હજી બહાર નીકળવા જાઉં છું ત્યાં વાદળાએ રસ્તો રોક્યો અને વર્ષારાણી પોતાના રથમાં ફરવાં પણ નીકળી ગયાં આમ થોડું ચાલે? અને મને શાંત પાડવા આમ વરસાદ ના મોકલો, મારો જીવ બળતો હોય ત્યારે એમ ટાઢક ના થાય…’

ચુનિલાલની લાઈવ કોમેન્ટ્રી:

જોઈએ, હવે આ ડખો ક્યારે પતે છે. ચાલો પૃથ્વી ઉપરના જીવ પાસે જઈ અને એમનો મત જાણીએ….હા, તો સરલાબેન તમાં નામ શું છે?’

સરલુ… તમારા ભાઈ વરસાદની સિઝનમાં મને સરલુ કહે છે….આજે સવારથી જ અમારાં બંને વચ્ચે ખેંચતાણ ચાલે છે. હું કહું છું કે આ માવઠાને કારણે કેરીનો પાક બગડી જશે એટલે તાત્કાલિક કેરી લઈ આવો અને તમારા ભાઈ કહે છે વરસાદી વાતાવરણ છે તો ભજિયા બનાવો… ‘ ચુનીલાલ મીડિયાના માણસ સાથે સમાજ સેવક પણ ખરો એટલે તરત જ એણે રસ્તો કાઢી દીધો :સરલાબેન, કેરીના ભજિયા બનાવો. મિલીજુલી સરકારને કારણે મગજમારી નહીં થાય…’ તરત જ સરલાબેનના પતિ કાંતિ ક્વાટરે વિરોધનો ધોકો ઘાલ્યો, ખાટા- મીઠા ભજિયા બાઈટીંગમાં ન જાય…’

આ પણ વાંચો: મસ્તરામની મસ્તીઃ તમે મસ્ત કાર્ટૂન જેવા લાગો છો…

આખા કાર્યક્રમની હવે ખબર પડી એટલે તરત જ અમારા સંવાદદાતા ચુનીલાલ ચંચુપાતીએ `હું શીંગ લેતો આવીશ’ કહીને કાંતિને કેરીના ભજિયા બનાવવા દેવા એ વાતમાં મનાવી લીધો અને પોતાનું પણ સાજુ કરી લીધું છે. ગુજરાતીઓ સંબંધ રાખવામાં બહુ ધ્યાન રાખે છે.

જેવો માર્ચ મહિનો ચાલુ થાય એટલે તરત જ જૂનાગઢ પંથક, વલસાડ વિસ્તાર, રત્નાગીરી વિસ્તાર, વગેરેમાં રહેતા મિત્રો સગાંવાલાઓને ફોન કરી અને ખબર – અંતર પૂછવાનું ચાલુ કરે, કારણ કે મહિના દોઢ મહિના પછી કેરીઓ બજારમાં
આવવાની શરૂ થાય ત્યારે સીધી કેરીની ડિમાન્ડ કરવા ફોન કરવો થોડું સ્વાર્થી પણુ લાગે. એટલે એપ્રિલ આવતા જ સંબંધોમાં એટલું બધું મોણ નાખે કે સામેવાળો શરમાઈને પણ એકાદ પેટી કેરી મોકલી દે.

જોકે, હવે આ કેરી વિસ્તારના ગુજરાતીઓ પણ તૈયાર થઈ ગયા છે અને જે કોઈ કેરીની પેટી મંગાવે એને આખો પરિવાર સાગમટે કેરી દેવા જાય અને એકાદ અઠવાડિયું રોકાય અને એક પેટી કેરીમાં સાથે પોતે પણ પરિવાર સાથે ખાય. અઠવાડિયું ટૂંકું પણ થાય… આવી આવડત હવે તે લોકોએ કેળવી લીધી છે. કેરીની આવી માગીના ભોગ બનેલા પરિવારોએ તો આવતા વર્ષે કેરીના ફોટા સામે પણ જોવું નહીં તેવી બાધા લઈ લીધી છે.

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : ટકા તૂટી જાય એવું હાસ્ય શું કામનું?

ચુનીલાલ લાઈવ કોમેન્ટ્રી:

`ચાલો, પાછો વરસાદ ચાલુ થયો. નવા પરણેલાઓ વરસાદ શરૂ થતા જ પત્ની સામું સૂચક નજરે જુએ અને પત્ની પણ શરમાઈને મૌન રીતે પાંપણ ઢાળીને સહમતી પણ આપે.

બીજું કાંઇ ના વિચારો …અહીં ભજિયા બનાવવાની જ વાત થાય છે. તમે પણ આશા ભરી નજરે તમારી પત્ની સામું જુઓ સામે ડોળા ના નીકળે તો ભલે કેરીના તો કેરીના ભજિયા ની મજા માણો… ચાલો, તો હું ચુનિલાલ-તમારો ચુનંદો લાઈવ કોમેન્ટેટર તમારી વિદાય લઉં છું. વરસાદમાં મોજ કરો..બાય!’

વિચારવાયુ

`ઓપરેશન સિંદૂર’થી આશા જાગી છે કે પી.ઓ.કે. હવે બી.ઓ.કે. બનશે….!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button