એઆઈ ઓડિટમાં મુંબઈના નાળાસફાઈ કામગીરીમાં વિસંગતીઓ જણાઈ

મુંબઈ: મુંબઈના નાળાસફાઈની કામગીરીમાં આશરે 40 ટકા અનિયમિતતાઓ એઆઈ ઓડિટમાં સામે આવી હતી જેને પગલે મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે કોન્ટ્રાક્ટરો પાસેથી જવાબદારી માગી હતી.
નિરીક્ષણમાં વિવિધ નાળાઓનો સમાવેશ થતો હતો, જેમાં અધૂરા કાર્યો અને ગાળ દૂર કરવાના રેકોર્ડમાં વિસંગતીઓ બહાર આવી હતી. શેલારે ધોરણોનું પાલન સુનિશ્ર્ચિત કરવા અને પાણી ભરાવાને રોકવા માટે ટેકનોલોજી આધારિત દેખરેખનો આગ્રહ રાખે છે.
આપણ વાંચો: ૩૫ દિવસમાં માત્ર ૨૦-૩૦ ટકા જ નાળાસફાઈ : ભાજપ
ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં ભારે પાણી ભરાવા અને ટ્રાફિક જામની શક્યતાઓ પણ ઓડિટમાં સામે આવી છે. મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારના જણાવ્યા અનુસાર એઆઈ ઓડિટમાં મુંબઈના નાળાસફાઈની કામગીરીમાં નોંધપાત્ર વિસંગતીઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમાં ગાળ દૂર કરવામાં 40 ટકા અનિયમિતતા સામે આવી છે.
મુંબઈના ઉપનગરોના નાળાસફાઈના કામનું નિરીક્ષણ કરતા શેલારે બીએમસી કમિશનરને ડેટાની ચકાસણી કરવા અને કોન્ટ્રાક્ટરો જરૂરી ધોરણોનું પાલન કરે છે તેની ખાતરી કરવા સૂચના આપી હતી. તેમના નિરીક્ષણમાં શહેરના ઘણા નાળાઓની મુલાકાતોનો સમાવેશ થતો હતો.
આપણ વાંચો: એપ્રિલ પૂરો થયો હોવા છતાં માત્ર ૩૦ ટકા જ નાળાસફાઈ
તેમણે કહ્યું હતું કે વર્ષોથી હું નાળાસફાઈના કામ પર નજર રાખવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની માગણી કરી રહ્યો હતો. આ વખેત પાલિકાએ એઆઈ મોનિટર અને પ્રક્રિયાના નકશાની પ્રક્રિયા અપનાવી હતી અને 40 ટકા વિસંગતી સામે આવી છે.
એઆઈ મોનિટરિંગમાં 40,000થી વધુ રેકોર્ડ કરાયેલી ટ્રિપ્સમાંથી 17,000થી વધુ ટ્રિપ્સમાં વિસંગતીઓ જોવા મળી હતી, જેનાથી વધુ પડતા અહેવાલિત જથ્થા અને ખોટી ડમ્પિંગ પ્રથાઓ અંગે ચિંતા વ્યક્ત થઈ હતી. શેલારે ચોમાસા સંબંધિત જોખમોને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.