આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને કૃષિ દરજ્જો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને કૃષિ દરજ્જો આપવા માટે એક જીઆર (સરકારી ઠરાવ) બહાર પાડ્યો હતો જેથી તેમને વીજળીની છૂટ અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિત અન્ય લાભો મળી શકે. રાજ્ય કૅબિનેટે તાજેતરમાં જ આ માટેના એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને આ પગલાથી રાજ્યના માછીમાર સમુદાયોને નોંધપાત્ર રાહત મળશે.
મહારાષ્ટ્ર એક કૃષિ આધારિત રાજ્ય છે અને ગ્રામીણ અર્થતંત્ર ખેતીની સાથે પશુપાલન અને મત્સ્યઉદ્યોગ જેવા ક્ષેત્રો પર આધાર રાખે છે.

આ પગલાંથી રાજ્ય અને કેન્દ્ર સરકારો તરફથી કૃષિ ક્ષેત્રને ઉપલબ્ધ સુવિધાઓ અને છૂટછાટો મત્સ્યઉદ્યોગને પણ મળતી થશે. જીઆરમાં જણાવ્યા મુજબ મત્સ્યઉદ્યોગ ખેડૂતો અને સંરક્ષણ પ્રોજેક્ટ્સને વીજળીમાં છૂટ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ અને કૃષિ દરે બેંક લોન મળશે. ઠરાવમાં જણાવાયું છે કે, મત્સ્યઉદ્યોગમાં ખેડૂતો ઓછા ખર્ચે વીમા માટે પાત્ર બનશે અને સૌર ઉર્જા પહેલના લાભો પણ તેમને આપવામાં આવશે.

પ્રથમ વખત જીઆરમાં મત્સ્યઉદ્યોગ સંબંધિત વિવિધ શબ્દો જેમ કે માછીમારો, મત્સ્યઉદ્યોગ ખેડૂતો, મત્સ્યઉદ્યોગ વ્યવસાયીઓ, મત્સ્યબીજ ઉત્પાદકો અને મત્સ્ય વ્યવસ્થાપન વ્યાવસાયિકોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે.

આપણ વાંચો : મુંબઈના પ્રતિષ્ઠિત તારાપોરવાલા માછલીઘરનું નવીનીકરણ કરવામાં આવશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button