
મુંબઈઃ ભારતે પાકિસ્તાન પર મિસાઇલ હુમલો કરીને પહલગામ આતંકવાદી હુલમાનો જોરદાર જવાબ આુપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને અડ્ડા શોધીને ત્યારે હુમલો કર્યો હતો. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતની આ જવાબી કાર્યવાહીથી ભારતભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અનુપમ ખેર અને અક્ષય કુમાર સહિત અનેક બોલિવુડ કલાકારોએ ભારતીય સેનાના વખાણ કર્યાં છે. પરંતુ અમિતાભ બચ્ચને એક પોસ્ટ કરીને છે જે મુદ્દે તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે.
લોકોએ સોશિયલ મીડિયામાં બિગ બી પાસે જવાબ માંગ્યો
અમિતાબ બચ્ચનની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ઓપરેશન સિંદૂર કે ભારતીય સેના અંગે કોઈ ટ્વીટ કે પોસ્ટ કરી નથી. એક ટ્વીટ કર્યું છે અને તે પણ ખાલી છે. જેના કારણે કેટલાક યુઝર્સ નારાજ થયા છે અને અમિતાભ બચ્ચના પાસે સોશિયલ મીડિયામાં જ જવાબ માંગી રહ્યાં છે. ‘ઓપરેશન સિંદૂર’ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઘણા બોલિવૂડ સ્ટાર્સે ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. પરંતુ બિગ બી ભારતીય સેનાની પ્રશંસા કરવામાં કેમ પાછી પાની કરી રહ્યાં છે? લોકો સોશિલય મીડિયા ભારે આક્રોશ સાથે બિગ બી પાસે જવાબ માંગી રહ્યાં છે.
અમિતાભ બચ્ચને માત્ર નંબર લખેલી પોસ્ટ શા માટે કરી?
અત્રે ઉલ્લેખનીય છે કે, બિગ બીએ મંગળવારે રાત્રે 1 વાગ્યે તેમના ભૂતપૂર્વ હેન્ડલ પર પોસ્ટ કરી હતી, જેમાં તેમણે ફક્ત T 5371- લખ્યું હતું. આ પછી તેણે બુધવારે રાત્રે 1:35 વાગ્યે ફરીથી પોસ્ટ કરી, જેમાં તેણે T 5372- લખ્યું. આ બંને ટ્વીટમાં ‘ઓપરેશન સિંદૂર’નો કોઈ ઉલ્લેખ નહોતો અને ન તો બિગ બીએ બીજો કોઈ સંદેશ લખ્યો હતો. આ વાત યુઝર્સને પસંદ નથી આવી જેથી તેઓ ગુસ્સે થયા છે. હવે લોકોએ અમિતાભ બચ્ચને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
યુઝર્સે સોશિયલ મીડિયા પર અભિનેતા પર ગુસ્સો વ્યક્ત કર્યો
લોકો અમિતાભ બચ્ચનને એટલા માટે ટ્રોલ કરી રહ્યાં છે કે, કારણે બિગ બીએ પહલગામ આતંકવાદ હુમલામાં મરેલા નિર્દોષ લોકો માટે પોસ્ટ નહોતી કરી, તે વખતે પણ એક રહસ્યમય પોસ્ટ કરી હતી જેમાં માત્ર નંબર જ લખેલા હતા. તે સમયે પણ તેમનું મૌન જોઈને, યુઝર્સે સોશિયલ મીડિયા પર અભિનેતા સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અત્યારે જ્યારે ભારતે આતંકવાદ પર મોટી કાર્યવાહી કરી છે ત્યારે પણ બિગ બીએ રહસ્યમય પોસ્ટ કરી છે.