આમચી મુંબઈ

૩૫ દિવસમાં માત્ર ૨૦-૩૦ ટકા જ નાળાસફાઈ : ભાજપ

નાળાસફાઈનું વીડિયો શૂટિંગ કે ફોટોગ્રાફી ન કરાતી હોવાનો આક્ષેપ

મુંબઈ: ચોમાસું નજીક છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી નાળાસફાઈમાં પોલમ્પોલ હોવાનો દાવો મુંબઈના પાલકપ્રધાન અને મુંબઈભાજપના અધ્યક્ષે કર્યો છે. એટલું જ નહીં પણ નાળાસફાઈ દરમ્યાન નાળાનો ગાળ કાઢીને ડમ્પરમાં ભરવા અને ખાલી કરવાનું વીડિયો શૂટિંગ અને તેની ફોટોગ્રાફી કરવામાં આવતી ન હોવાનું દાવો પણ ભાજપે કર્યો હતો.

તેમણે એવો દાવો કર્યો હતો કે છેલ્લા સવા મહિનામાં અમુક ઠેકાણે ૧૦ ટકા તો અમુક ઠેકાણે ૨૦થી ૩૦ ટકા કરતા વધુ કામ કરવામાં આવ્યું નથી. પશ્ર્ચિમ ઉપનગરમાં સાંતાક્રુઝ પશ્ર્ચિમના ગઝદરબંધ, એસ.એન.ડી.ટી નાળું, ઈર્લા નાળું, મોગરા, શહિદ ભગતસિંહ નગર નાળાની મુલાકાત લેવા દરમ્યાન નાળાની સફાઈનું શૂૂટિંગ અને ડમ્પરમાં ગાળ ભરીને તેને ડમ્પિંગમાં ઠાલવવા દરમ્યાન ફોટોગ્રાફી કરવામાં આવતી ન હોવાનું જણાઈ આવ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો, તેને કારણે હકીકતમાં કેટલી સફાઈ થાય છે તે જાણી શકાતું નથી અને એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ નક્કી કેવી રીતે અને કયાં કરવામાં આવે છે તેનો જવાબ પણ સંબંધિત અધિકારીઓ આપી શકયા ન હોવાની નારાજગી પણ તેમણે વ્યક્ત કરી હતી.
મુંબઈ અધ્યક્ષે એવો પણ દાવો કર્યો હતો કે ગઝદરબંધ નાળાની છેલ્લા ૩૫ દિવસમાં માંડ ૧૦ ટકા સફાઈ થઈ છે. બાકીના ૨૦થી ૨૨ દિવસમાં કામ કેવી રીતે પૂરું થશે. અધિકારીઓ અમુક ઠેકાણે ૨૦થી ૩૦ ટકા તો અમુક ઠેકોણે ૫૦ ટકા થઈ હોવાનું કહીને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

આ પણ વાંચો આજથી બેસ્ટ બસનાં ભાડાં ડબલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button