મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાથે જોડાયેલ સુગર મિલને ₹ ૧૪૭ કરોડની લોન
મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના ધારાસભ્ય અશોક ચવ્હાણ સાથે સંબંધિત સહકારી ખાંડ મિલને રાજ્ય સરકારની ગેરંટી સાથે મહારાષ્ટ્ર સ્ટેટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બૅન્ક તરફથી ૧૪૭.૭૯ કરોડ રૂપિયાની લોન આપવામાં
આવી છે.
રાજ્યની કેબિનેટે સપ્ટેમ્બર ૨૦૨૩માં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલી સહકારી ખાંડ મિલોને સરકારી ગેરંટી સાથે રાજ્ય સહકારી બૅન્ક પાસેથી લોન આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
રાજ્યના સહકારી વિભાગે સોમવારે સરકારનો ઠરાવ બહાર પાડ્યો હતો જેમાં નાંદેડ જિલ્લાની ભાઉરાવ ચવ્હાણ સહકારી ખાંડ મિલ પણ યોજનામાંથી પ્રાપ્તકર્તાઓમાંની એક છે.
અન્ય સુગર મિલોમાં બીડ જિલ્લાની જય ભવાની કો-ઓપરેટિવ સુગર મિલનો સમાવેશ થાય છે જે ભૂતપૂર્વ એમએલસી અને અજિત પવારના વફાદાર અમરસિંહ પંડિત સાથે જોડાયેલી છે, જેને રૂ. ૧૫૦ કરોડની લોન આપવામાં આવી છે. શ્રી છત્રપતિ કો-ઓપરેટિવ સુગર મિલ, જે અજિત પવારના વફાદારો સાથે પણ જોડાયેલી છે, તેને ૧૨૮ કરોડ રૂપિયાની લોન આપવામાં
આવી છે.
યોજનામાં સામેલ અન્ય બે મિલો સહકાર શિરોમણી વસંતરાવ કાલે સહકારી ખાંડ મિલ છે, જેને રૂ. ૧૪૬.૩૨ કરોડની લોન આપવામાં આવી છે; અને સંત કુર્મદાસ કો-ઓપરેટિવ સુગર મિલને રૂ. ૫૯.૪૯ કરોડની લોન આપવામાં આવી છે.