એસઆરએ હેઠળની ઈમારતોને દર વર્ષે ફાયર ઑડિટ ફરજિયાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટી (એસઆરએ)એ મંજૂર કરેલા ૨૨૭ બિલ્િંડગનું નિયમિત ફાયર ઑડિટ કરવાનું આવશ્યક છે. આ ફાયર ઑડિટ દર વર્ષે જૂન મહિનામાં ફાયર ઍન્ડ લાઈફ સેફટી ઑડિટર મારફત ડેવલપર તથા સોસાયટીએ સ્વખર્ચે કરવું આવશ્યક છે. પરંતુ નવેસરથી બાંધવામાં આવેલી પુનર્વસન ઈમારતોને ઓક્યુપેશન સર્ટિફિકેટ આપતા સમયે ફાયર સેફટી સિસ્ટમ બેસાડવાનું અને ઉપાયયોજનાને અમલમાં મૂકી હોવાનું સર્ટિફિકેટ ચીફ ફાયર ઑફિસર પાસેથી આપવામાં આવે એવી ભલામણ ગોરેગામ ઉન્નત નગર આગ પ્રકરણ નીમવામાં આવેલી આઠ સભ્યોની સમિતિના અહેવાલમાં કરવામાં આવી છે.
ગોરેગામ (પશ્ર્ચિમ)માં ઉન્નત નગરમાં આવેલી જય ભવાની એસઆરએ કૉ.ઑપરેટિવ સોસાયટીમાં લાગેલી આગમાં સાતનાં મોત થયાં હતાં. તો ૫૧ જખમી થયા હતા. આ દુર્ઘટના બાદ મુખ્ય પ્રધાને આ પ્રકરણમાં તપાસ સમિતિ નીમવાનો આદેશ પાલિકા પ્રશાસનને આપ્યો હતો. તે મુજબ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે એડિશનલ કમિશનરના નેતૃત્વમાં આઠ સભ્યોની કમિટી બનાવી હતી, જેણે કમિશનરને સોંપેલા તપાસ અહેવલામાં ભવિષ્યમાં આગની દુર્ઘટના ટાળવા માટે ઉપાયયોજના સૂચવી હતી.
સમિતિએ કરેલી ભલામણમાં મુંબઈ શહેર અને ઉપનગરમાં એસઆરએની માન્યતા પ્રાપ્ત ઈમારતમાં
તેમ જ ભવિષ્યમાં બાંધવામાં આવનારી ઈમારતોના રહેવાસીઓને આગની દુર્ઘટના સમયે સુરક્ષિત રીતે ઈમારતમાં બહાર નીકળવા માટે સર્પાકાર સીડી ઊભી કરવાની અને તે તમામ ઋતુમાં ટકી શકે તે મુજબ લોખંડની નહીં બનાવતા રૉટ આયર્નમાંથી ઊભી કરવાની શરત પુનર્વસન ઈમારતના ડેવલપરને મંજૂરી આપતા સમયે એસઆરએ ફરજિયાત કરવાની રહેશે.