મનોરંજન

48 વર્ષીય મલ્લિકા શેરાવત કઈ રીતે રહે છે આટલી ફિટ? નેચરલ એનર્જી માટે કઈ ડ્રિંક લે છે…

બોલીવૂડની સુંદર અને ફિટ એક્ટ્રેસમાંથી એક મલ્લિકા શેરાવતને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવાનું અઘરું છે. 48 વર્ષેય મલ્લિકે એકદમ બ્યુટીફૂલ અને યંગ લાગે છે અને આ પાછળનું કારણ છે તેનું સિક્રેટ ફિટનેસ ડ્રિંક.

જેનો ખુલાસો ખુદ મલ્લિકાએ પોતાના સોશિયલ મીડિયા પર કર્યો છે. મલ્લિકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે શું પીવાથી શરીરને નેચરલ એનર્જી મળે છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયો મલ્લિકા શેરાવત કંઈક પીતી જોવા મળી રહી છે. વીડિયોની શરુઆતમાં તે કહે છે કે બધાને ગુડ મોર્નિંગ. હું તમારા બધા સાથે એક હેલ્થ ટિપ્સ શેરપ કરવા માંગુ છું. જ્યારે હું જાગુ છું ત્યારે સૌપ્રથમ એક લીંબુને હૂંફાળા પાણીમાં નીચોવીને પી જાઉં છું. હેલ્થ માટે એ સારું હોય છે.

આપણ વાંચો: મલ્લિકા શેરાવતે પોતાના બ્રેકઅપની વાત કરીને કહી મોટી વાત…

આ વીડિયો શેર કરતાં મલ્લિકાએ કેપ્શનમાં લખ્યું છે કે સવારની શરૂઆત હૂંફાળા પણી અને લીંબુ સાથે કરો. જે પાચનશક્તિને મજબૂત બનાવે છે, શરીરને હાઈડ્રેટ રાખે છે અને તમને નેચરલ એનર્જી આપે છે.

એક્ટ્રેસની વાત કરીએ તો મલ્લિકા હરિયાણાના રોહતકથી છે અને એનું સાચું નામ રીમા લાંબા છે. એક્ટ્રેસને પિતા ઈચ્છતા હતા કે તે એક આઈએએસ ઓફિસર બને, પણ તેણે એક્ટિંગમાં કરિયર બનાવ્યું.

આપણ વાંચો: કહો ના કહોઃ મલ્લિકા શેરાવત 20 વર્ષ પછી આ અભિનેતા સાથે જોવા મળી અને

મલ્લિકાએ પોતાના ફિલ્મી કરિયરમાં અનેક શાનદાર ફિલ્મો આપી હતી, જેમાં મર્ડર, ખ્વાહિશેં, બચકર રહના રે બાબા, ડર્ટી પોલિટિક્સ, ગુરુ, વેલકમ, પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ, ડબલ ધમાલ, જિન્નત જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય તે હોલીવૂડ ફિલ્મ ધ મિથ, પોલિટિક્સ ઓફ લવ અને ટાઈમ રેડર્સમાં કામ કરી ચૂકી છે.

હાલમાં જ તેણે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સાથે ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયોમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મના માધ્યમથી મલ્લિકાનો આ ઘણા લાંબા સમય બાદ બોલીવૂડમાં કમબેક કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button