નેશનલ

ચીન પાકિસ્તાન માટે વીટો વપરાશે; શશી થરૂરે UNSC બેઠક અંગે કર્યો દાવો

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ મામલે ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની બંધ બારણે બેઠક યોજાઈ હતી. પાકિસ્તાને વિનંતી કર્યા બાદ આ બેઠકનું આયોજન ગ્રીસ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠક બાદ UNSCએ કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

એવામાં UNના ભૂતપૂર્વ રાજદ્વારી અને કોંગ્રેસના નેતા શશી થરૂર(Shashi Tharoor)એ બેઠક અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બેઠકમાંથી કોઈ ચોક્કસ નિર્ણય લેવાય તેવી અપેક્ષા નથી.

આપણ વાંચો: દેશના ચોથા પીએમ મોરારજી દેસાઈની આજે પુણ્યતિથી, ભારત અને પાકિસ્તાન બંનેએ આપ્યા છે સર્વોચ્ય સન્માન

અહેવાલ મુજબ, તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે જણાવ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ પ્રસ્તાવને UNSCના કાયમી સભ્ય ચીન દ્વારા વીટો (Vetoe) કરવામાં આવશે.

જેને “દુઃખદ વાસ્તવિકતા” ગણાવતા, શશિ થરૂરે કહ્યું કે આ બેઠકમાંથી માત્ર શાંતિ માટે અપીલ કરતું અને આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરતું નિવેદન જ બાહર આવશે, એનાથી વિશેષ કશું નહીં.
જો કે શશિ થરૂરે કહ્યું કે અનેક દેશો દ્વારા ભારત વિરુદ્ધના કોઈપણ ઠરાવનો વિરોધ પણ કરવામાં આવશે અને તેને વીટો કરવામાં આવશે.

શશિ થરૂરે કહ્યું કે “મને પૂરો વિશ્વાસ છે કે યુએનએસસી પાકિસ્તાનની ટીકા કરતો ઠરાવ પસાર કરશે નહીં કારણ કે ચીન તેને વીટો કરશે; તેઓ આપણી ટીકા કરતો ઠરાવ પણ પસાર કરશે નહીં, કારણ કે ઘણા દેશો તેનો વિરોધ કરશે અને કદાચ તેને વીટો કરશે.”

આપણ વાંચો: ભારત અને પાકિસ્તાનના તનાવ વચ્ચે તુર્કીનું નેવલશીપ કરાચી પોર્ટ પહોંચ્યું!

પાકિસ્તાનનો દાવ નહીં ચાલે!

શશિ થરૂરે સ્પષ્ટતા કરી કે ચર્ચાની વિગતો મોટાભાગે ગુપ્ત રાખવામાં આવી છે, કારણ કે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ફક્ત બિનસત્તાવાર બ્રીફિંગ જ મીડિયાને મળ્યા છે.

કોંગ્રેસ સાંસદે શશિ થરૂરે કહ્યું, “હું ઘણી વખત બારણે થતા પરામર્શમાં ગયો છું. આપણે આ વિશે ફક્ત રૂમની અંદર પ્રતિનિધિઓ દ્વારા બિનસત્તાવાર બ્રીફિંગ જ સાંભળીએ છીએ, પરંતુ રૂમમાં ઘણા ઓછા સભ્યો હોય છે. ભારત આ રૂમમાં નથી. આ પરિસ્થિતિઓમાં, પાકિસ્તાને વિચાર્યું હશે કે તેમને ફાયદો થઇ શકે છે.”

થરૂરે ઉમેર્યું કે, બિન સત્તાવાર બ્રીફિંગના આધારે, બેઠક પાકિસ્તાન માટે અનુકૂળ રહી હોય એવું જણાતું નથી. કારણ કે સભ્ય દેશોએ લશ્કર-એ-તૈયબા અને આતંકવાદ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button