નેશનલ

‘શું પહલગામ હુમલામાં લશ્કર સામેલ હતું?’ UNSC સભ્યોએ પાકિસ્તાને આકરા સવાલો પૂછ્યા

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 23 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા(Pahalgam Terrorist Attack)માં 26 લોકોના મોત થયા હતાં. હુમલા બાદ ભારત સાથે વધતા તણાવ સાથે સાથે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે ચર્ચા કરવા માટે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC)એ સોમવારે બપોરે બંધ બારણે ચર્ચાનું આયોજન કર્યું હતું. બેઠકમાં, રાજદૂતોએ બંને દેશોને તણાવ ઓછો કરવા અપીલ કરી હતી. આ સાથે પાકિસ્તાનને આકરા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતાં.

આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલામાં જોવા મળી ‘હમાસ’ની પેટર્નઃ સુરક્ષા એજન્સીનો દાવો

અહેવાલ મુજબ, રાજદૂતોએ પહેલગામ હુમલામાં લશ્કર-એ-તૈયબા (LeT) ની સંડોવણી અંગે ઇસ્લામાબાદ માટેને આકરા પ્રશ્નો પૂછ્યા હતાં. આ બેઠકમાં પહલગામ આતંકવાદી હુમલાની વ્યાપક નિંદા પણ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ UNSC બેઠકમાં ધર્મના આધારે પ્રવાસીઓને નિશાન બનાવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

ભારતે દાવો કર્યો છે કે હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના સ્પષ્ટ પુરાવા મળ્યા છે, જ્યારે પાકિસ્તાને તેની ભૂમિકાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાને ચીન અને રશિયા ઉપરાંત અન્ય દેશોની મદદથી તટસ્થ થર્ડ પાર્ટી તપાસ માટે અપીલ કરી હતી.

આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો, આંતકીઓએ અગાઉ કરી હતી વિસ્તારની રેકી

ગ્રીસે કર્યું ચર્ચાનું આયોજન:

પાકિસ્તાને વિનંતી કર્યા બાદ આ બેઠકનું આયોજન ગ્રીસ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રીસ મે મહિના માટે UNSC નું પ્રમુખ છે. 15 સભ્યોની UNSC એ બેઠક પછી કોઈ નિવેદન બહાર પાડ્યું ન હતું, પરંતુ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના પોતાના ઉદ્દેશ્યો મોટાભાગે પૂર્ણ થયા હતા.

મધ્ય પૂર્વ, એશિયા અને પેસિફિક માટે ડીપાર્ટમેન્ટ ઓફ પોલીટીકલ એન્ડ પીસ બિલ્ડિંગ(DPPA) તથા ડીપાર્ટમેન્ટ ઓફ પીસ ઓપરેશન(DPO)ના સહાયક મહાસચિવ ખાલેદ મોહમ્મદ ખિયારીએ બંને વિભાગો વતી કાઉન્સિલને માહિતી આપી હતી.

બેઠકમાંથી બહાર આવતા, ખિયારીએ કહ્યું કે સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ અસ્થિર છે. સંયુક્ત રાષ્ટ્રમાં ગ્રીસના કાયમી પ્રતિનિધિ અને વર્તમાન UNSC પ્રમુખ, રાજદૂત ઇવાન્જેલોસ સેકેરિસે બેઠકને પ્રોડક્ટીવ ગણાવી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખાર અહમદે પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં પાકિસ્તાના ઉદ્દેશ્યો મોટાભાગે પૂર્ણ થયા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તેનાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button