આમચી મુંબઈ

બનાવટી નકશાને આધારે અનધિકૃત રીતે બાંધેલા બંગલા પર સુધરાઈનો હથોડો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મલાડના મઢમાં ગેરકાયદે રીતે બાંધવામાં આવેલા બંગલા સામે સુધરાઈના પી-ઉત્તર વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને તેને સોમવારે તોડી પાડવામાં આવ્યો હતો. સુધરાઈના દાવા મુજબ બનાવટી નકશાને આધારે આ બાંધકામ કરવામાં આવ્યું હતું.
મઢના એરંગલ ગામમાં ‘પ્રીત’નામનો બંગલો ગેરકાયદે રીતે બાંધવામાં આવ્યો હતો. બનાવટી નકશાને આધારે ૧,૫૦૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળ પર બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યા બાદ તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. બાંધકામ તોડી પાડવા માટે એક પોકલેન અને બે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાલિકાના કર્મચારી-અધિકારીએ આ કાર્યવાહી હાથ ધરી હતી.

આપણ વાંચો : પાળેલા પ્રાણીઓનો મળ અને ઈ-ગાર્બેજ ભેગો કરવા સુધરાઈની વિશેષ સેવા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button