રાજકોટ

રાજકોટમાં હિટ એન્ડ રન, બે લોકોના મોત બે ઘાયલ…

રાજકોટઃ ગુજરાતમાં સતત વધી રહેલા હિટ એન્ડ રનના બનાવો વચ્ચે રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લેતા સાસુ અને વહુના મોત નીપજ્યા છે. જ્યારે પિતા અને પુત્ર ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રકચાલકની પોલીસે અટકાયત કરી અને ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

પરિવાર ટુ-વ્હીલર પર ગોંડલ જઇ રહ્યો હતો
આ ઘટનાની વિગત મુજબ રવિવારે મોડી રાત્રે રાજકોટના કોરાટ ચોક નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજકોટમાં જનોઈ પ્રસંગમાં હાજરી આપી પરિવાર ટુ-વ્હીલર પર ગોંડલ જઇ રહ્યો હતો. ત્યારે ટ્રક ચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. જેમાં બે મહિલાના નિધન થયા હતા જ્યારે બે પુરુષ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીને ઝડપી પોલીસ તપાસ અને પૂછપરછ શરૂ કરી
ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસ ગણતરીના કલાકોમાં જ ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે. ટ્રક ચાલક નશાની હાલતમાં હતો કે પછી કોઇ ટેક્નિકલ ખામીના લીધે અકસ્માત સર્જાયો હતો તે દિશામાં પોલીસ તપાસ અને પૂછપરછ શરૂ કરી છે.

આપણ વાંચો : રાજકોટ સિટી બસ અકસ્માતમા ચારના મૃત્યુ, મૃતકોને 15 લાખ અને ઘાયલોને બે લાખની સહાયની જાહેરાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button