ફિલ્મ પ્રમોશન માટે કંઈપણઃ ગોવિંદ નામદેવની આ ફોટો ફરી વાયરલ થઈ

જે પણ કોઈ અભિનેતા કે અભિનેત્રીની ફિલ્મ આવતી હોય ત્યારે તે પ્રસાર માધ્યમો કે સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. જીવનની અંતરંગી વાતો કરી પોડકાસ્ટ કે ચેનલ દ્વારા લોકો સુધી પહોંચશે, અથવા કોઈ વિવાદાસ્પદ નિવેદન આપી સમાચારોમાં રહેશે અને પછી માફી માગી લેશે. આવા પેતરા માત્ર સુપરસ્ટાર્સ નહીં બધા અમજમાવતા થઈ ગયા છે.

તાજેતરમાં રિલિઝ થયેલી રેડ-2માં નાનકડી ભૂમિકા ભજવનારા ગોવિંદ નામદેવનો પણ એક જૂનો ફોટો કંઈ જ કારણ વિના વાયરલ થયો કે કરવામાં આવ્યો. ગોવિંદ નામદેવ ઘણા જાણીતા અભિનેતા છે અને વિલન તરીકે તેમણે સારી ભૂમિકા ભજવી છે. લજ્જા ફિલ્મમાં દહેજભૂખ્યા સસરા તરીકે ઉઠ જાયેં ઉઠ જાયેં કહેતા નામદારની આર્શીવાદ સિરિયલમાં અકડાયેલા પિતા તરીકેની ભૂમિકા ઘણી વખણાઈ હતી. આ 70 વર્ષના નામદારનો 31 વર્ષની અભિનેતી શિવાંગી વર્મા સાથેના ફોટા વાયરલ થયા છે. જે 2024માં પણ વાયરલ થયા હતા. આ ફિલ્મ ગૌરીશંકર ગૌહરગંજવાલે ના સેટના છે. ફિલ્મની સ્ટોરી જ આ પ્રકારની છે. તે સમયે આ ફોટા વાયરલ થયા હતા ત્યારે નામદેવે કહ્યું હતું કે મારી પત્ની સુધા મારો શ્વાસ છે. મારા જીવનમાં બીજું કોઈ આવે તેવું હું ક્યારેય નથી ઈચ્છતો. આ જન્મમાં તો શક્ય નથી.
જોકે ફરી આ ફોટા આ સમયે જ વાયરલ થયાનું કારણ તેમની ફિલ્મ જ હોઈ શકે. અજય દેવગન અને રીતેષ દેશમુખની ફિલ્મ રેડ-2ને ઠીકઠાક રિસ્પોન્સ મળી રહ્યો છે, પણ આવા પેતરા આજમાવવાથી કંઈ નહીં વળે તેવું પબ્લિસિટી ટીમને કોણ સમજાવે.
આ પણ વાંચો….41 વર્ષીય એક્ટ્રેસે શેર કર્યા લેટેસ્ટ ફોટોશૂટના ફોટો, યુઝર્સને યાદ આવી હીરામંડીની…