ટોપ ન્યૂઝનેશનલ

ચોંકાવનારો ખુલાસો: અધિકારીઓને J&K માં પ્રવાસીઓ પર હુમલો થવાની ગુપ્તચર માહિતી મળી હતી

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતાં, જેમાં 25 પ્રવાસીઓનો સમાવેશ થાય (Pahalgam Terrorist aatck) છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. હાલ આ હુમલાની તાપસ કરવામાં આવી રહી છે. એવામાં એક અખબારી અહેવાલમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ અધિકારીઓને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલા અંગે ચેતવવામાં આવ્યા હતાં.

અહેવાલમાં જણાવ્યા મુજબ ઈન્ટેલીજન્સ બ્યુરો (IB) અને અન્ય એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓને નિશાન બનાવીને હુમલાની શક્યતા અંગે સ્થાનિક સિક્યોરિટી ઓફિસર્સને ચેતવણી આપી હતી. એજન્સીઓએ 19 એપ્રિલે વડા પ્રધાનનને શ્રીનગરની મુલાકાત દરમિયાન હુમલો થવાની ચેતવણી આપી હતી.

શ્રીનગર સુરક્ષા વધારવામાં આવી હતી:

આહેવાલમાં કરવામાં આવેલા દાવા મુજબ ચેતવણીના પગલે શ્રીનગર અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પ્રવાસીઓમાં લોકપ્રિય ઘણી હોટલો અને શહેરથી 22 કિમી દૂર આવેલા દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન જેવા પર્યટન સ્થળોનો પણ સુરક્ષા વધારવામાં આવી હતી.

પ્રદેશમાં ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ 22 એપ્રિલના રોજ શ્રીનગરથી 90 કિમી દૂર આતંકવાદીઓએ પહલગામમાં હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા, જેમાં 25 પ્રવાસીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 24 હિન્દુ હતા.

DGP શ્રીનગરમાં જ રહ્યા:

અહેવાલ મુજબ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ “દસમાંથી નવ વખત આ સાચું સાબિત થતું નથી, પરંતુ આ વખતે પ્રવાસીઓ વિશેની વાત સાચી સાબિત થઇ. માહિતીનું અર્થઘટન સૌથી મુશ્કેલ ભાગ છે, પરંતુ સ્થાન અંગે માહિતી ખોટી સાબિત થઇ.” વડાપ્રધાનની મુલાકાત રદ થયા પછી પણ, સુરક્ષા અધિકારીઓએ સુરક્ષા અને તૈયારી ઓછી કરી ન હતી. ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ(DGP) ચાર દિવસ સુધી શ્રીનગરમાં રહ્યા હતા અને શ્રીનગરની આસપાસના તમામ વિસ્તારો પર નજર રાખી રહ્યા હતાં. 22 એપ્રિલના રોજ, જ્યારે પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો, ત્યારે DGP જમ્મુમાં ઉતર્યા હતાં અને તેમને તરત જ પાછુ ફરવું પડ્યું હતું.

ગુપ્તચર તંત્રની ચૂક?

અખબાર સાથે અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે તેમને મળેલી કોઈપણ ઈન્ટેલીજન્સ ઇન્ફોર્મેશનમાં પહેલગામનો કોઈ ચોક્કસ ઉલ્લેખ ન હતો. હવે એ વાત સ્પષ્ટ છે કે આતંકવાદીઓ આ વિસ્તારમાં રહેતા હતા અને હજુ પણ આ વિસ્તારમાં જ છે, તેથી સૌથી મોટી ચૂક સ્થાનિક ગુપ્તચર તંત્રની હતી. અખબારના દાવા મુજબ સૈન્ય અધિકારીઓને આ માહિતીથી વાકેફ નહોતા.

આ પણ વાંચો….રઘવાયા પાકિસ્તાને સતત 9માં દિવસે એલઓસી પર કર્યું ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button