પાળેલા પ્રાણીઓનો મળ અને ઈ-ગાર્બેજ ભેગો કરવા સુધરાઈની વિશેષ સેવા

મુંબઈ: ડાયપર, સૅનિટરી પૅડસ, એક્સપાયરી થયેલી દવા જેવા જોખમી કચરાને ભેગો કરવા માટે સુધરાઈએ ચાલુ કરેલી ડોમેસ્ટિક સેનિટરી એન્ડ સ્પેશ્યલ કેર વેસ્ટ કલેકશન (ઘરના સૅનિટરી અને વિશેષ કાળજી યોગ્ય કચરો ભેગો કરવાની સેવા)નો વ્યાપ વધારવા માટે શનિવાર, ત્રણ મે, ૨૦૨૫થી પાલિકાએ પાળેલા પ્રાણીનો મળ અને અન્ય જોખમી કચરાને ભેગો કરવાની સેવા ચાલુ કરી છે. સોમવાર પાંચ મેથી ઈ-કચરો ભેગો કરવા માટે અલાયદી સેવા ચાલુ કરવામાં આવી રહી છે.
સુધરાઈ દ્વારા બાવીસ એપ્રિલ, ૨૦૨૫થી ડોમેસ્ટિક સેનિટરી એન્ડ સ્પેશ્યલ કેર વેસ્ટ કલેકશન સેવા ચાલુ કરવામાં આવી છે, જેમાં હવે અન્ય સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. સુધરાઈના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે મુંબઈ હાલ દરરોજ સાતથી આઠ મિલ્યન ટન ઘરનો કચરો નીકળે છે. આ કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે ૨૨ એપ્રિલથી ડોમેસ્ટિક સેનિટરી એન્ડ સ્પેશ્યલ કેર વેસ્ટ કલેકશન સેવા ચાલુ કરવામાં આવી છે, જે હેઠળ બે મે, ૨૦૨૫ સુધી આ સેવા માટે કુલ ૩૦૭ લોકોએ સુધરાઈ પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં ૧૪૮ હાઉસિંગ સોસાયટી, ૧૩૫ બ્યુટી પાર્લર, ૧૭ શૈક્ષણિક સંસ્થા અને સાત લેડિઝ હૉસ્ટેલનો સમાવેશ થાય છે. આ સેવા ઉપલબ્ધ કર્યા બાદ નાગરિકો પાસેથી મળેલી સૂચના અને નાગરિકોની વિનંતીને ધ્યાનમાં રાખીને શનિવાર ત્રીજી મે, ૨૦૨૫થી મળ અને અન્ય જોખમી કચરાને ભેગો કરવાની સેવા ચાલુ કરી છે.
ડોમેસ્ટિક સેનિટરી એન્ડ સ્પેશ્યલ કેર વેસ્ટ કલેકશન માટે અગાઉ પાલિકા દ્વારા ઓનલાઈન લિંક અને ક્યૂ આર કોડ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો છે, તેમાં પાળેલા પ્રાણીઓના મળને ભેગો કરવાની સુવિદા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. https://docs.google.com/forms/d/e/1FAIpQLSc6zR8XHoOzXRNanCCdj4oKtS27Iu7vuaXBANiCGoKCfUCn5g/viewform આ લિંક પર જઈને અથવા ન્યુઝપેપર અને સોશ્યલ મીડિયામાં આવેલી જાહેરખબરમાં રહેલા ક્યૂઆરકોડ સ્કેન કરીને રજિસ્ટ્રેશન કરી શકાશે.
ઈ-કચરો પણ સુધરાઈ લઈ જશે
મુંબઈમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વધી રહેલા વપરાશને કારણે ઈ-કચરાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ જોખમી સ્વરૂપનો કચરો વિજ્ઞાની પદ્ધતિએ નિકાલ કરવો આવશ્યક છે અને તેના પર પુન:પ્રક્રિયા તેમ જ તેનો પુન: ઉપયોગ કરવો આવશ્યક છે. તેથી પાલિકા સોમવાર પાંચ મે,થી અલાયદી ઈ-ગાર્બેજ કલેકશન સર્વિસ ચાલુ કરી રહી છે. જે અંતર્ગત મોબાઈલ ફોન, ચાર્જર, બેટરી, કમ્પ્યુટર, રેડિયો અને નાના ઈલેક્ટ્રિક સાધનો વગેરે જમા કરશે. તે માટે લિંક પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
https://docs.google.com/forms/d/e/1FAIpQLSemTxYifCjxU7VWU7sYpr8JOD_Zj4XKnDB7uVpJyXsk6LxA/viewform?usp=header
ઈ-કચરો સામાન્ય રીતે કચરામાં ભેગો થતો હોવાને કારણ તેમાં રહેલા લેડ, પારો, કેડિયમ જેવા ઝેરી ઘટકોને કારણે પર્યાવરણ અને આરોગ્યને નુકસાન થાય છે. તેથી પાર્યવરણના સંવર્ધન માટે ઈ-ગાર્બેજ કેલકશન સેવા ચાલુ કરવામાં આવી છે.
આ પણ વાંચો….સફાઈ કર્મચારીઓ બે શિફ્ટમાં સાફસફાઈ કરશે ને…