પાકિસ્તાની યુવતી સાથે નિકાહની વાત છુપાવી: CRPF જવાન મુનીર અહમદ બરતરફ, જાણો સમગ્ર મામલો…

નવી દિલ્હી: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને પરત મોકલવાની કાર્યવાહી દરમિયાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) જવાન મુનીર અહેમદ તેમની પાકિસ્તાની પત્નીને કારણે ચર્ચામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે CRPFએ તેના જવાન મુનીર અહેમદને પાકિસ્તાની મહિલા સાથેના લગ્નની હકીકત છુપાવવાના આરોપસર નોકરીમાંથી બરતરફ કરી દીધો છે.
મુનીર અહેમદને નોકરીમાંથી બરતરફ
મળતી વિગતો અનુસાર CRPFની 41મી બટાલિયનના જવાન મુનીર અહેમદને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. એવો આરોપ છે કે તેણે એક પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેના વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ તેને છુપાવી રાખી હતી. ઉપરાંત આ માહિતી CRPF ને આપવામાં આવી ન હતી. આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હતો, તેથી તેમને તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યા છે.
તેમની પત્નીના ભારતમાં રોકાણથી અધિકારીઓ અજાણ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંના ભાગ રૂપે ભારતે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા હુકમ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ CRPF જવાન અહેમદના મીનલ ખાન સાથેના લગ્ન પ્રકાશમાં આવ્યા હતા. બંનેએ ગયા વર્ષે 24 મેના રોજ વીડિયો કોલથી લગ્ન કર્યા હતા. CRPF તપાસમાં જાણવા મળ્યું કે જવાને તેના લગ્ન અને ભારતમાં રોકાણ વિશે સંબંધિત અધિકારીઓને જાણ કરી ન હતી.
કોર્ટમાં છે આ મામલો?
આ મામલો જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. 29 એપ્રિલના રોજ, હાઈકોર્ટે મીનલની પાકિસ્તાન મુલાકાત અંગેની આગામી સુનાવણી 14 મે સુધી સ્ટે આપ્યો છે. CRPF અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં તેમના જવાન મુનીર અહેમદ સામે પ્રથમ દૃષ્ટિએ શિસ્તભંગની કાર્યવાહી જરૂરી છે. ત્યારથી સીઆરપીએફ જવાન મુનીરે સૌપ્રથમ 18 ઓક્ટોબર, 2023 ના રોજ CRPFમાં તેમના કમાન્ડન્ટને એક પત્ર લખ્યો હતો, જેમાં પાકિસ્તાની નાગરિક છોકરી સાથે લગ્ન કરવાની પરવાનગી માંગવામાં આવી હતી. આ મામલો વિભાગમાં પેન્ડિંગ હતો. આમ છતાં, પાછળથી ખબર પડી કે કોન્સ્ટેબલ મુનીરે પોતાના લગ્ન માટે વિભાગની પરવાનગી વિના લગ્ન કર્યા હતા.
આપણ વાંચો : ભારતની ટ્રેડ સ્ટ્રાઈક, પાકિસ્તાન સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ કર્યો