નવસારીના આ 15 ગામમાંથી રોજની 2000 મણ કેરીની ચોરી! ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

નવસારીઃ નવસારીના પૂર્વપટ્ટાના ગામોમાં કેરીઓની ચોરી થઈ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. નવસારીના નાગધરા, સાતેમ, કુંભારફળિયા, સરપોર, ગોપીવાડી, મહુડી, પુણી, ડબલાઈ, બુટલાવ, ભૂલાફળિયા, નવા તળાવ, પારડી સહિત 15 ગામોમાંથી રોજની 2000 મણ કેરીની ચોરી થઈ રહી છે.
આના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેરીની ચોરી થતી હોવાના કારણે ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપીને આ ગામોમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
આપણ વાંચો: પંજાબ પોલીસે પાકિસ્તાન સાથે સંકળાયેલા હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ
ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપી સુરક્ષાની માંગણી કરી
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ચોરાયેલી કેરીઓને સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં વેચાણ માટે મોકલવામાં આવી રહી છે. નવસારીના ખેડૂતોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. એક તો આ વર્ષે કેરીનો ઉતારો ઓછો આવ્યો છે અને તેમાં પણ કેરીની ચોરીની ઘટનાઓ બની રહી છે.
નવસારીના 15 ગામોમાંથી રોજની લગભગ 2000 મણ કેરીની ચોરી થાય છે. દરેક ગામમાંથી આશરે 100થી 150 મણ કેરીઓ ચોરાઈ રહી છે. ચોરી કરેલી કેરીઓને ચોરો બજારમાં એક મણ દીઠ માત્ર 500 રૂપિયામાં વેચી રહ્યાં છે. જો કે, કેરીનો મૂળ ભાવ અત્યારે 2000થી 2500 રૂપિયા ચાલી રહ્યો છે.
આપણ વાંચો: નવી મુંબઈમાં બાઇકચોરીના 13 ગુનામાં સામેલ બે સગીર પકડાયા…
ચોરીની ઘટનાઓના કારણે ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ
દરેક ગામડાંઓની ખેડૂતોએ સાથે મળીને કલેક્ટરે આવેદન આપ્યું હતું. આ ચોરીની ઘટનાના કારણે ખેડૂતોની રાતની ઊંઘ હરામ કરી નાખી છે. રોજની 2000 મણ કેરીઓ ચોરાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન પણ થઈ રહ્યું છે.
એકબાજું ગ્લોબલ વોર્મિંગના કારણે પાકમાં ઘટાડો થયો છે અને એમાં પણ આ ચોરીની ઘટનાઓએ પડતા પર પાટું જેવી સ્થિતિ કરી દીધી છે. આના કારણે હવે ખેડૂતોને આનો ખર્ચ કાઢવા પણ અઘરો પડી જવાનો છે. આરોપ એવો છે કે, ખેતીકામ કરવા માટે આવતા મજૂરો અને તેમના બાળકો રાત્રે કેરીની ચોરી કરે છે અને બજારમાં ઓછા ભાવે વેચાણ કરી દે છે.