એશિયન વૉલીબૉલમાં ભારત રમ્યા વગર પાકિસ્તાન સામે `જીતી ગયું’: જાણો કેવી રીતે…

કરાચીઃ કાશ્મીરના પહલગામમાં બાવીસમી એપ્રિલે હિન્દુ પર્યટકો પરના આતંકવાદી હુમલાને કારણે ભારતનો દુશ્મનદેશ પાકિસ્તાન આખી દુનિયામાં બદનામ થયો છે અને એનું એક પરિણામ એક વૉલીબૉલ ટૂર્નામેન્ટ (VOLLYBALL tournament) સંબંધમાં આવેલા વળાંકમાં જોવા મળી રહ્યું છે.
પહલગામની હૃદયદ્રાવક ઘટનાને પગલે ભારતે (INDIA) રાજકીય તેમ જ ખેલકૂદ અને મનોરંજનના સ્તરે પાકિસ્તાન સામે આકરાં પગલાં ભરવાના શરૂ કરી દીધા છે. આગામી સેન્ટ્રલ એશિયન વૉલીબૉલ ટૂર્નામેન્ટ પાકિસ્તાન (PAKISTAN)માં યોજાવાની હોવાથી ભારતે એમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
આ ટૂર્નામેન્ટના મુદ્દે હવે મહત્ત્વનો ટર્ન આવ્યો છે. આ ટૂર્નામેન્ટનું આયોજન ઇસ્લામાબાદ પાસેથી આંચકીને ઉઝબેકિસ્તાન (Uzbekistan)ના તાશ્કંદ શહેરને સોંપવામાં આવ્યું છે. પાકિસ્તાન પાસેથી આ યજમાનપદ છીનવી લેવામાં આવ્યું એ ભારત માટે એક રીતે મોટી જીત જ કહેવાય.
આપણ વાંચો: 8 ફૂટ 1 ઇંચના પ્લેયરને લાંબો બેડ ન મળ્યો એટલે જમીન પર સૂએ છે!
પીટીઆઇના અહેવાલ મુજબ પાકિસ્તાનના જ વૉલીબૉલ ફેડરેશનના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ એશિયા વૉલીબૉલ ઍસોસિયેશને આ નિર્ણય લીધો છે. ભારતે ભલે અમારે ત્યાં યોજાનારી સ્પર્ધામાંથી નામ પાછું ખેંચી લીધું હતું, પરંતુ અમારા હાથમાંથી યજમાનપદ લઈ લેવામાં આવ્યું એ અમારા માટે મોટી નિરાશા છે.
જોકે આ નિર્ણય લેવા પાછળના ઍસોસિયેશનના હેતુનું અમે સન્માન કરીએ છીએ.' ઉઝબેકિસ્તાનમાં યોજાનારી આ સ્પર્ધામાં પાકિસ્તાન તેમ જ ઈરાન, તુર્કમેનિસ્તાન, કીર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન અને યજમાન ઉઝબેકિસ્તાનના ખેલાડીઓ ભાગ લેશે.
ભારતીય વૉલીબૉલ ફેડરેશનના અધિકારીઓએ ઍસોસિયેશનની પ્રાદેશિક કમિટીને વાકેફ કરતા જણાવ્યું છે કે
પહલગામના હુમલા બાદ ભારત સરકારે ભારતીય ખેલાડીઓ માટેનું આ સ્પર્ધાને લગતું એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) પાછું ખેંચી લીધું છે.’