આ દેશમાં રેડ લિપસ્ટિક લગાવી તો પહોંચી જશો જેલમાં…

લિપસ્ટિક, મેકઅપ, સ્ટાઈલિંગ એ મહિલાઓનો કોઈ જવાબ નથી અને આઈ એમ શ્યોર કે હેડિંગ વાંચીને કદાચ તમે પણ એ વિચારી રહ્યા હશો કે ભાઈ આવું તે કઈ રીતે થઈ શકે? લાલ લિપસ્ટિક તો મોટાભાગની મહિલાઓની ફેવરેટ હોય છે તો આ લિપસ્ટિક લગાવીને કોઈ કઈ રીતે જેલમાં પહોંચી શકે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ અને કઈ છે આ જગ્યાઓ-
મોટાભાગની મહિલાઓને લિપસ્ટિક લગાવવાનું પસંદ હોય છે, અને તેમના કલેક્શનમાં એકાદ લાલ લિપસ્ટિક તો હોય જ. એવી એક સર્વ સામાન્ય માન્યતા છે કે લાલ રંગની લિપસ્ટિક લગાવવાથી મહિલાઓ વધુ આકર્ષક લગાવે છે. પરંતુ તમને જણાવીએ દુનિયામાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં રેડ લિપસ્ટિક લગાવવાની મંજૂરી નથી. એટલું જ નહીં આ જગ્યા પર રેડ લિપસ્ટિક લગાવીને જેલમાં પહોંચી શકે છે.

અમે અહીં જે જગ્યા વિશે વાત કરીએ છીએ એ છે ઉત્તર કોરિયા.જો તમે ઉત્તર કોરિયામાં રેડ લિપસ્ટિક લગાવવાના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન લાલ રંગને મૂડીવાજ અને વ્યક્તિવાદ સાથે જોડીને જુએ છે. જેને કારણે લાલ રંગની લિપસ્ટિક લગાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
ઉત્તર કોરિયામાં મહિલાઓ લાલ કલરની લિપસ્ટિક નથી લગાવી શકતી અને તેમણે માત્ર લાઈટ શેડની લિપસ્ટિક જ લગાવવી પડે છે.
જો કોઈ મહિલા આ નિયમનો ભંગ કરે છે કે તો એના માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ મહિલા આ નિયમનો ભંગ કરે છે તો તેના માટે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. બનાવવામાં આવેલા નિયમનું પાલન બરાબર થાય છે કે નહીં એ જોવા માટે પેટ્રોલિંગ પણ ટીમ પણ ગોઠવવામાં આવી છે. જો અહીં કોઈ મહિલા રેડ લિપસ્ટિક લગાવે છે તો પોલીસ તેને અરેસ્ટ કરીને જેલમાં પણ પૂરી શકે છે. છે ને એકદમ વિચિત્ર કહેવાય એવો નિયમ? આવી જ બીજી વિચિત્ર કહી શકાય એવી સ્ટોરી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આપણ વાંચો : અર્થતંત્રને સધ્ધર બનાવવું છે? તો લિપસ્ટિક ખરીદો!