હેં, વડોદરામાં થઈ બરફ વર્ષા? સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…

હાલમાં દેશના વિવિધ ભાગમાં ગરમીનો કહેર અનુભવાઈ રહ્યો છે, ત્યારે હેડિંગ વાંચીને તમે પણ કદાચ વિચારમાં પડી ગયા હશો કે ભાઈ આવું તે કઈ રીતે શક્ય છે? ગુજરાતમાં જ્યાં અનેક ઠેકાણે રીતસરની લૂ લાગી રહી છે ત્યાં ગુજરાતના વડોદરામાં કઈ રીતે બરફની વર્ષા એટલે કે સ્નો ફોલ થઈ શકે છે? સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વડોદરાના જાણીતા સ્થળોએ પર હિમવર્ષા થતી જોવા મળી રહી છે. ચાલો જોઈએ શું છે આખો મામલો…
સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો રિયલ નહીં પણ એઆઈ જનરેટેડ છે. આજકાલ જમાનો એઆઈ ટેક્નોલોજીનો છે અને લોકો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અલગ અલગ વીડિયો અને ફોટો જોવા મળી રહ્યા છે.
આપણ વાંચો: ચાર ધામ સહિતના યાત્રા સ્થળો પર બરફની વર્ષા
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં વડોદરાના વિવિધ જાણીતા વિસ્તારમાં જ સ્નો ફોલ થશે તો તે કેવા દેખાશે?
વીડિયોમાં વડોદરાની શાન સ્ટેટચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ ટેમ્પલ, ગેંડા સર્કલ, સુરસાગર લેક, માંડવી ગેટ, લાયન સર્કલ, બુલ સર્કલ જેવા વિસ્તારોમાં સ્નો ફોલ પછી કેવા દેખાશે એ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખરેખર કહેવાની જરૂર છે ખરી કે આ જગ્યાઓ ખૂબ જ સુંદર લાગી રહી છે. વાઈરલ વીડિયો જોઈને તમારું દિલ પણ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જશે, એ વાતની ખાતરી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. નેટિઝન્સ તેના પર કમેન્ટ અને લાઈક્સ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે સ્નોમાં પણ કોઈએ એક્ટિવા રોન્ગ સાઈડમાં નાખી દીધી છે.
તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરના વિવિધ વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને એવામાં આ જગ્યાઓ પર સ્નો જોઈને ચોક્કસ જ તમારી આંખોને પણ ઠંડક પહોંચશે.