નેશનલ

રખડતા શ્વાનની સમસ્યાનો ઉકેલ લાવવા કોંગ્રેસના સાંસદે ‘નેશનલ ટાસ્ક ફોર્સ’ બનાવવાની માંગ કરી

કોંગ્રેસના સાંસદ કાર્તિ પી. ચિદમ્બરમે મંગળવારે શક્ય તેટલી વહેલી તકે રખડતા શ્વાનની સમસ્યાને હલ કરવા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવા પર ભાર મૂક્યો હતો. એક્સ પર એક પોસ્ટમાં કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે આ સમસ્યાનો સામનો કરવા માટે નૈતિક અને વૈજ્ઞાનિક અભિગમની જરૂર છે. વાઘ બકરી ચાના માલિકના મૃત્યુ બાદ ચિદમ્બરમે આ વાત કહી હતી.

વાઘ બકરી ટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈનું સોમવારે 49 વર્ષની વયે બ્રેઈન હેમરેજને કારણે હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ચાલવા નીકળ્યા ત્યારે રખડતા શ્વાને તેમના પર હુમલો કર્યો હતો,  બચવા દોડતી વખતે તેઓ પડી ગયા અને માથામાં ઈજા થઈ હતી.

PMO ઈન્ડિયાને ટેગ કરતાં, કાર્તિએ લખ્યું, ” આપણેરખડતા શ્વાનના મુદ્દાને તાત્કાલિક ઉકેલવા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ અને નૈતિક અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની જરૂર છે. સ્થાનિક વહીવટી અધિકારીઓ આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી અપેક્ષા રાખવી વ્યર્થ છે.”

વાઘ બકરી કંપનીના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે પરાગ દેસાઈને મગજમાં ગંભીર ઈજા થઈ છે. સાંજે  ચાલવા નીકળ્યા હતા એ વખતે, રખડતા કૂતરાઓના ટોળાએ તેના પર પાછળથી હુમલો કર્યો. કૂતરાઓથી બચવા દોડતી વખતે તે પડી ગયા અને માથામાં ઈજા થઈ.

પરાગ દેસાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ તેમના શરીર પર કૂતરાના કરડવાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા. પોલીસે જણાવ્યું કે શહેરના સરખેજ પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત