Amitabh Bachchanનો આ દીકરો થઈ ગયો છે આટલો મોટો, ઓળખી પણ નહીં શકો…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી ચઢિયાતી એક સુપર હિટ ફિલ્મો આપી છે. પરંતુ એ બધામાં સૌથી વધુ ચર્ચાતી કોઈ ફિલ્મ હોય તો તે છે સૂર્યવંશમ. 1999માં આવેલી આ ફિલ્મના અનેક ફેમસ સીન્સના સોશિયલ મીડિયા પર મીમ વાઈરલ થતાં હોય છે. આ ફિલ્મમાં હીરા ઠાકુરના દીકરાનો રોલ કરનાર પેલો નાનકડો છોકરો યાદ છે? જો હવે તે તમારી સામે પેલો નાનો છોકરો આવે તો તમે ઓળખી શકો ખરા?
બોક્સ પર ઓફિસ પર ફ્લોપ થયેલી સૂર્યવંશમ ફિલ્મને જ્યારે ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવી ત્યારે રેકોર્ડ બની ગયો. ટીવી પર સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મોની યાદીમાં સૂર્યવંશમ સૌથી ઉપર છે. આ ફિલ્મને 25 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. આ ફિલ્મ તમે પણ જોઈ હશે તો તમને યાદ હશે કે આ ફિલ્મમાં બિગ બીનો ડબલ રોલ છે અને આ ફિલ્મમાં હીરા ઠાકુરના દીકરા રોલ કરનાર ચાઈલ્ડ એક્ટર આનંદ વર્ધન હવે મોટો થઈ ગયો છે. 33 વર્ષના આ એક્ટરને ઓળખવો પણ મુશ્કેલ થઈ ગયો છે.
આનંદ વર્ધને ફિલ્મમાં હીરા ઠાકુરના દીકરા છોટે ઠાકુર ભાનુ પ્રતાપનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં તેના રોલ અને ઈનોસન્ટ ફેસને દર્શકોએ ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મનો ડાયલોગ તો યાદ હશે કે સંસ્કાર ઉમ્ર સે બડે હૈ… આ ડાયલોગ આનંદ વર્ધન પર જ ફિલ્માવવામાં આવ્યો હતો.
આનંદે ચાર વર્ષની ઉંમરથી જ એક્ટિંગ કરવાની શરૂઆત કરી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પોપ્યુલર નામ છે. સૂર્યવંશમથી તેને નવી ઓળખ મળી હતી. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે બીજી કેટલીક સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ સૂર્યવંશમનું ડિરેક્શન ઈવીવી સત્યનારાયણે કર્યું હતું. આ ફિલ્મ તમિળ ફિલ્મ સૂર્ય વામસનની હિંદી રિમેક હતી, જેમાં બિગ બીનો ડબલ રોલ હતો. રિલીઝ સમયે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. પરંતુ સમયની સાથે આ સુપર ફ્લોપ ફિલ્મ ક્લાસિક ફિલ્મ બની ગઈ હતી.