IPL 2025

પૃથ્વી શોએ પોતાની ‘ગર્લફ્રેન્ડ’ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, કોણ છે મિસ્ટ્રી ગર્લ?

મુંબઈઃ ભારતીય ક્રિકેટરનો દબદબો હંમેશાં પોતાના ચાહકોમાં છવાયેલો રહે છે. એક વાર લાઈમલાઈટમાં આવ્યા પછી સદાકાળ લોકોના દિલોદિમાગમાં છવાયેલા રહે છે. તાજેતરમાં ‘ગબ્બર’ તરીકે જાણીતા શિખર ધવને છૂટાછેડા આપ્યા પછી પોતાની ગર્લફ્રેન્ડ અંગે ફોડ પાડ્યો છે ત્યારે હવે વધુ એક ભારતીય ક્રિકેટરે જાહેરમાં પોતાની ગર્લફ્રેન્ડનો બર્થડે સેલિબ્રેટ કરીને ચર્ચામાં આવ્યો છે. ઓપનર બેટ્સમેન પૃથ્વી શોનું નામ તાજેતરમાં એક અભિનેત્રી સાથે જોડવામાં આવી રહ્યું છે. મુંબઈની રેસ્ટોરામાં અભિનેત્રી સાથે તેનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો, જ્યારે તેની તસવીરો પણ શેર કરી હતી.

પૃથ્વી શો અત્યારે ક્રિકટની દુનિયાથી દૂર છે. એટલે આ વખતે આઈપીએલના ભાગ બન્યો નથી. જોકે,પૃથ્વી શો આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં કોઈ બાયર મળ્યો નહોતા. પૃથ્વી શોએ પોતાની બેસ પ્રાઈઝ 75 લાખ રુપિયા રાખી હતી, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે કોઈએ તેના પ દાવ લગાવ્યો નહોતા. આઈપીએલથી દૂર રહ્યા પછી પૃથ્વી શોએ તેની ગર્લફ્રેન્ડ સાથે બર્થડે સેલિબ્રેટ કરીને ચર્ચામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક રેસ્ટોરાંની બહાર પૃથ્વી શો જોવા મળ્યો હતો અને તેની સાથે હતી આકૃતિ અગ્રવાલ. આકૃતિ અગ્રવાલ એક મોડલ, ફેશન ઈન્ફ્લુઅન્સર અને કન્ટેન્ટ ક્રિયેટર છે. મીડિયાના રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરે છે.

આકૃતિ અગ્રવાલે પોતાનો 22મો જન્મદિવસ મનાવ્યો ત્યારે પૃથ્વી શોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આકૃતિ અગ્રવાલનો ફોટો શેર કરીને બર્થ-ડે વિશ કરી હતી સાથે લખ્યું હતું કે હેપ્પી બર્થડે આકૃતિ અગ્રવાલ. હાર્ટના ઈમોજી સાથે તસવીર પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે. લખનઉમાં જન્મેલી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર તરીકે જાણીતી આકૃતિ અગ્રવાલની આગામી ડેબ્યૂ ફિલ્મ ત્રિમુખા હશે.

આ પણ વાંચો…વૈભવે ફોન પર પપ્પા સાથે પ્રણામ’થી વાતચીત શરૂ કરી અને પ્રણામ’ સાથે પૂરી કરી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button