આમચી મુંબઈ

હું રાજકારણમાંથી કાયમી સન્યાસ લઇ રહ્યો છું: નિલેશ રાણેનો મોટો નિર્ણય

મુંબઇ: એક તરફ દશેરાની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે ત્યાં બીજી બાજુ પૂર્વ સાંસદ અને કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ એક મોટો નિર્ણય લીધો છે. હું સક્રિય રાજકારણમાંથી કાયમી સ્વરુપે અલગ થઇ રહ્યો છું. હવે રાજકારણમાં મન નથી લાગી રહ્યું. અન્ય કોઇ જ કારણ નથી. એવી પોસ્ટ નિલેશ રાણેએ તેમના એક્સ (પહેલાનું ટ્વીટર) એકાઉન્ટ પરથી કરી છે. નિલેશ રાણેની આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરુ થઇ ગયો છે. નિલેષ રાણેએ આ નિર્ણય કેમ લીધો તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી.

નિલેશ રાણેએ કહ્યું કે, હું સક્રિય રાજકારણમાંથી કાયમ માટે અલગ થઇ રહ્યો છું. હવે રાજકારણમાં મન નથી લાગતું. અન્ય કોઇ જ કારણ નથી. છેલ્લાં 19-20 વર્ષમાં તમે બધાએ મને ઘણો સાથ આપ્યો છે. તે માટે હું આપસૌનો ખૂબ આભારી છું. ભારતીય જનતા પાર્ટીમાં મને ખૂબ પ્રેમ અને સ્નેહ મળ્યો છે. અને બીજેપી જેવા એક ઉત્તમ સંગઠનમાં કામ કરવાની મને તક મળી તે માટે હું પોતાને ખૂબ નસીબદાર સમજુ છું. હું ખૂબ જ નાનો વ્યક્તી છું. પણ રાજકારણમાં ઘણું શિખવા મળ્યું છે. ઘણાં સહકારીઓ હવે પરિવાર જ બની ગયા છે. હું એ બધાનો ઋુણી રહીશ.

ચૂંટણી લડવામાં હવે મને કોઇ રસ નથી. ટીકા કરનારા ટીકા કરતાં રહેશે પણ જ્યાં મન ના માને ત્યાં પોતાનો અને બીજાનો સમય વ્યર્થ કરવું મને યોગ્ય લાગતું નથી. અજાણતા જો મારાથી કોઇનું મનદુ:ખ થયું હશે તો હું તે માટે માફી માંગુ છું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button