
નવી દિલ્હી/ઈસ્લામાબાદ/વોશિંગ્ટનઃ પહલગામ હુમલા પછી ભારત સરકાર આતંકવાદીઓના સફાયા માટે મકક્મપણે પગલા ભરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય પાંખના વડા સાથે બેઠક યોજ્યા પછી એક્શન લેવા માટે સ્વતંત્રતા આપ્યા પછી બુધવારે આ જ મુદ્દે પાંચ મહત્ત્વની બેઠક યોજી હતી.
ત્યાર બાદ આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે, તેમાંય આતંકવાદીઓને તો વીણી વીણીને મારવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું ભારત છે.
લોકોને માર્યા પછી જીત્યા હોવાનું માનતા નહીં
અમિત શાહે કહ્યું હતું કે આજે લોકો એમ માની લેતા નહીં કે અમારા 27 લોકોને માર્યા પછી લડાઈ જીતી લીધી છે. હું એ લોકોને કહેવા માગું છું કે દરેક આતંકવાદીઓને જવાબ મળશે. કાયરતાપૂર્વક કરવામાં આવેલા હુમલા પછી વિચારતા હશે કે આ અમારી જીત છે તો સમજી લેજો વીણી વીણીને લોકોને મારવામાં આવશે.
આપણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જળશક્તિ મંત્રી સાથે કરી બેઠક, કહ્યું એક ટીપું પાણી પાકિસ્તાન નહિ જાય…
આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશે

ગૃહ પ્રધાને કહ્યું હતું કે આજે ફરી અમારા સંકલ્પ મુદ્દે વાત કરીશું કે આતંકવાદ વિરોધી અમારી લડાઈ ચાલુ રહેશે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાહે ઉગ્રવાદીઓનો મુદ્દો હોય કે પછી કાશ્મીરમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલો પણ કોઈને બક્ષવામાં આવશે નહીં.
આતંકવાદનો સફાયો કરવામાં આવશે અને તમામ દેશો આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતની પડખે છે, જ્યાં સુધી આતંકવાદ સમાપ્ત થશે નહીં, ત્યાં સુધી તેનો દંડ મળતો રહેશે.
આપણ વાંચો: ‘તમારા રાજ્યમાં પાકિસ્તાનીઓની ઓળખ કરો’; અમિત શાહે તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે વાત કરી
કરાચી અને લાહોર એરપોર્ટને હંગામી ધોરણે બંધ

ભારત પાકિસ્તાનના વિમાન માટે ગઈકાલે એરસ્પેસ બંધ કર્યા પછી પાકિસ્તાનના નેતાઓ ખૂદ ભારત હુમલો કરશે એની ચર્ચા કરી રહ્યા છે ત્યારે આજે સુરક્ષાના ભાગરુપે કરાચી અને લાહોર એરપોર્ટના અમુક સમય પૂરતા હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહીની શંકા વધી ગઈ છે, તેથી પહેલીથી લઈને 31મી મે સુધી કરાચી અને લાહોરની ફ્લાઈટ ઈન્ફર્મેશન રિજનના અમુક હિસ્સામાં સ્થાનિક સમય અનુસાર સવારના ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે.
આપણ વાંચો: દવાઓ અને ઇન્સ્યુલિનથી મેળવ્યો છુટકારો? અમિત શાહે જણાવી પોતાની ફિટનેસ સિક્રેટ
આત્મરક્ષણ માટે અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું
પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને સમર્થન આપનારા દેશમાં ઈઝરાયલ, બ્રિટન પછી હવે અમેરિકાએ પણ આત્મરક્ષા માટે ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરી હતી.
અમેરિકાએ ભારતને આત્મરક્ષણ માટે સમર્થન આપ્યું છે. આ અગાઉ વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયા સાથે પણ વાત કરી હતી, ત્યારે અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દાખવી રહી હતી.
પહલગામ હુમલા પછી ભારત સરકાર સતત એક્શનમાં આવી ગયું છે. બુધવારે એરસ્પેસ બંધ કર્યું હતું, જ્યારે 23મી એપ્રિલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાકિસ્તાનની સામે અનેક બાબતમાં પ્રતિબંધો લાદ્યવામાં આવ્યા હતા.