સામંથા રૂથ પ્રભુને કોણે આપી હતી ઉં અંટવા નહીં કરવાની સલાહ? ખુદ કર્યો ચોંકાવનારો ખુલાસો?

સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર પાવરફૂલ અને પોપ્યુલર કપલમાંથી એક છે. બંનેએ 2017માં લગ્ન કર્યા હતા અને 2021માં બંને જણે ડિવોર્સની એનાઉન્સમેન્ટ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા.
સામંથા અને નાગાના લગ્ન બહુ લાંબો સમય સુધી ટકી શક્યા નહોતા. પરંતુ આ બધા વચ્ચે સામંથાએ તેના લેટેસ્ટ વાઈરલ આઈટમ સોન્ગ ઉં અંટવાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ગીત સોશિયલ મીડિયા આવતા જ છવાઈ ગયો હતો, આવો જોઈએ સામંથાએ શું કહ્યું છે આ ગીતને લઈને…
આપણ વાંચો: સામંથા રૂથ પ્રભુના ચાહકો માટે આવ્યા Bad news, જાણો હવે શું વાત છે?
સામંથા રૂથ પ્રભુએ એક ઈન્ટવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે એમાં મારી શું ભૂલ છે જો મારા લગ્ન ના ટકી શક્યા તો? સામંથાએ આ ઈન્ટરવ્યુમાં જ જણાવ્યું હતું કે અલગ થવા અને ડિવોર્સની એનાઉન્સમેન્ટની વચ્ચે મારા મિત્રો, ફેમિલી અને વેલ વિશરે કહ્યું કે તું ઘરે બેસ. ડિવોર્સ બાદ તરત જ તું કોઈ આઈટમ સોન્ગ નથી કરવાની. મેં મારા લગ્નમાં 100 ટકા આપ્યા. પરંતુ તેમ થતાં આ લગ્ન ના ટકી શક્યા તો હું શું કરું? હું શું કામ ઘરે છુપાઈને રહું.
સામંથાએ વધુમાં જણાવ્યું હતું કે હું ખુદ ત્યાં સુધી છુપાવીને નહીં રાખું જ્યાં સુધી ટ્રોલિંગ અને મારી સાથે કરવામાં આવતો દુર્વ્યવહાર બંધ ના થઈ જાય. શાંતિથી ધીરે ધીરે પાછું આવવું, જાણે કોઈએ ક્રાઈમ કર્યો હોય. હું આવું નથી કરવાની.
આપણ વાંચો: સામંથાએ નાગા ચૈતન્ય સાથેના છૂટાછેડા અંગે લખી ‘ક્રિપ્ટિક’ વાત, ચાહકો ચિંતામાં…
અત્રે ઉલ્લેખનીય છે કે સામંથા રૂથ પ્રભુએ કરેલો આ આઈટમ સોન્ગ ઉ અંતવા સુપરહિટ સાબિત થયું હતું. પુષ્પા ફિલ્મનું આ ગીત ખૂબ જ પોપ્યુલર થયું હતું. અલ્લુ અર્જુનની પુષ્પાની જેમ આ ગીત પણ ખૂબ જ ચાલ્યું હતું. આ ગીતને કારણે સામંથા એકદમ છવાઈ ગઈ હતી. એટલું જ નહીં આ ગીત બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં સામંથાની પોપ્યુલારિટીમાં વધારો થઈ ગયો છે.
સામંથા રૂથ પ્રભુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ જાણીતી એક્ટ્રેસ છે. છેલ્લાં કેટલાક સમયથી સામંથાએ પોતાના હેલ્થ ઈશ્યુને કારણે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. સામંથા બાકીની એક્ટ્રેસની જેમ સોશિયલ મીડિયા પર ખાસ કંઈ એક્ટિવ નથી રહેતી, પણ જ્યારે પણ તેના ફોટો કે વીડિયો આવે છે તે ઝડપથી વાઈરલ થઈ જાય છે.