આમચી મુંબઈ

વેવ્સ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર: ક્રિએટ ઈન ઈન્ડિયા, ક્રિએટ ફોર વર્લ્ડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે વેવ્સ સમિટ આંતરરાષ્ટ્રીય પ્રતિભા અને સર્જનાત્મકતાને એક સ્થળે લાવતી વૈશ્ર્વિક ઇકોસિસ્ટમનો પાયો નાખશે.

અહીં પ્રથમ વર્લ્ડ ઑડિઓ વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ (વેવ્સ)નું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે દુનિયા વાર્તા કહેવાની નવી રીતો શોધી રહી છે, જ્યારે ભારત પાસે આપવા માટે ઘણું બધું છે, આ બાબતને ધ્યાનમાં રાખીને ‘ભારતમાં બનાવો, વિશ્ર્વ માટે બનાવો’ (ક્રિએટ ઈન ઈન્ડિયા, ક્રિએટ ફોર વર્લ્ડ) માટે આ યોગ્ય સમય છે.

મોદીએ સર્જનાત્મક જવાબદારીની તરફેણ કરતાં કહ્યું કે ટેકનોલોજી લોકોના જીવનમાં વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને માનવ સંવેદનશીલતા જાળવવા માટે વધારાના પ્રયત્નોની જરૂર છે.

આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત…

‘માનવોને રોબોમાં ફેરવવા જોઈએ નહીં. આપણે તેમને વધુ સંવેદનશીલ બનાવવાની જરૂર છે,’ એમ તેમણે ભારપુર્વક કહ્યું હતું. વડા પ્રધાને યુવા પેઢીને માનવતા વિરોધી વિચારોથી બચાવવાની હાકલ કરી હતી.

વિવાદાસ્પદ ઓનલાઈન સામગ્રી પર વધતી જતી ચર્ચા વચ્ચે મોદીની ટિપ્પણી આવી છે, જેના કારણે સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

આપણ વાંચો: પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરે નરેન્દ્ર મોદીની ખૂબ વાહ-વાહ કરી…જાણો શા માટે

વડા પ્રધાને કહ્યું હતું કે વેવ્સ પાસે એવા સમયે વૈશ્ર્વિક પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાની ક્ષમતા છે જ્યારે ભારત ફિલ્મ નિર્માણ, ડિજિટલ સામગ્રી, ગેમિંગ, ફેશન, સંગીત અને લાઈવ કોન્સર્ટ માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે ઉભરી રહ્યું છે.

ભારતીય ‘ખાના’ ની જેમ, મને ખાતરી છે કે ભારતીય ‘ગાના’ પણ વૈશ્ર્વિક સ્તરે લોકપ્રિય બનશે, તેમણે જણાવ્યું હતું કે સ્ક્રીનનું કદ કદાચ નાનું બની રહ્યું છે, પરંતુ સંદેશ (ભારતની વાર્તાઓ) મેગા બની રહ્યો છે. ‘સ્ક્રીનનું કદ નાનું થઈ રહ્યું હોવા છતાં, અવકાશ અનંત બની રહ્યો છે.’ એમ તેમણે કહ્યું હતું.

આ સમિટનો હેતુ વિશ્ર્વભરના સર્જકો, સ્ટાર્ટ અપ્સ, ઉદ્યોગ નેતાઓ અને નીતિ-નિર્માતાઓને એકસાથે લાવીને ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતા માટે વૈશ્ર્વિક હબ તરીકે સ્થાન અપાવવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button