મનોરંજનસ્પોર્ટસ

કોહલીએ પત્ની અનુષ્કાને બર્થ-ડેના પ્રેમભર્યા મૅસેજમાં શું લખ્યું જાણી લો…

નવી દિલ્હીઃ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 8,447 રન બનાવનાર અને વર્તમાન ટૂર્નામેન્ટમાં સેક્નડ-હાઇએસ્ટ 443 રન કરનાર વિરાટ કોહલી (VIRAT KOHLI)એ આજે ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા શર્માનો બર્થ-ડે (BIRTHDAY) ઉજવ્યો. કોહલીએ તેના માટે સોશિયલ મીડિયામાં પ્રેમભર્યો સંદેશ લખ્યો.

અનુષ્કા (ANUSHKA Sharma) આજે 37 વર્ષની થઈ અને આ અવસરે પતિદેવે તેને ખાસ અંદાઝમાં શુભેચ્છા (Wishes) આપી હતી. કોહલીએ અનુષ્કા સાથેનો એક ફોટો શૅર કરતી વખતે લખ્યું, મારી સૌથી સારી દોસ્ત, મારી જીવનસાથી, મારું સૌથી સુરક્ષિત સ્થાન અને મારી બેસ્ટ હાફ...મારા માટે બધું જ.'

આપણ વાંચો: DC vs RCB: વિરાટ કોહલી અને કે એલ રાહુલ મેદાન પર ઝઘડી પડ્યા! જાણો શું હતું કારણ

કોહલીએ અનુષ્કાને બર્થ-ડેની બધાઈ આપતી વખતે બાળકો સહિત પૂરો પરિવાર અનુષ્કાનો આભારી છે એવા અર્થમાં લખ્યું, તું અમારા બધાના જીવનમાં માર્ગદર્શક છો. હું દરરોજ તને ખૂબ પ્રેમ કરું છું. તને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામના, માય લવ.’

કોહલીએ વર્તમાન આઇપીએલમાં 10 મૅચમાં 63.28ની સરેરાશે અને 138.87ના સ્ટ્રાઇક-રેટ સાથે 443 રન કર્યા છે જેમાં છ હાફ સેન્ચુરી સામેલ છે.

કોહલી-અનુષ્કાએ 2017ની 11મી ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. આ સેલિબ્રિટી જોડી વિરુષ્કા તરીકે જાણીતી છે. તેમને બે સંતાનો છે. પુત્રીનું નામ વામિકા અને પુત્રનું નામ અકાય છે. વિરુષ્કાએ લંડનમાં ઘર લઈ રાખ્યું હોવાનું મનાય છે. ભવિષ્યમાં તેઓ સંતાનો સાથે લંડનમાં સ્થાયી થશે એવું મનાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button