
પોરબંદર/નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે. પાંચ નિર્ણયો તો લેવામાં આવ્યાં છે, જેનાથી પાકિસ્તાનની કમર ભાંગવા માટે કાફી છે.
વર્તમાનની વાત કરવામાં આવે તો ભારતે આજથી ત્રીજી મે 2025 દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં નૌકાદળ ગોળીબાર કવાયત માટે ચાર ગ્રીન નોટિફિકેશન જાહેર કર્યા છે. ભારતીય નૌકાદળે જ્યાં કવાયતની તૈયારી શરૂ કરી ત્યાંથી પાકિસ્તાનની નૌકાદળની કવાયત માત્ર 85 નોટિકલ માઇલ દૂર છે.
ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તે રીતે પ્રહાર માટે સજ્જ

ભારતીય નૌકાદળે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના જહાજોએ લાંબા અંતરના ચોકસાઇવાળા આક્રમક હુમલા માટે પ્લેટફોર્મ, સિસ્ટમ્સ અને ક્રૂની તૈયારીને ફરી માન્ય કરવા અને દર્શાવવા માટે સફળતાપૂર્વક અનેક એન્ટી-શિપ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો, આંતકીઓએ અગાઉ કરી હતી વિસ્તારની રેકી
એટલું જ નહીં પરંતુ એક પોસ્ટમાં ભારતીય નૌકાદળે લખ્યું હતું કે, અમે ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તે રીતે રાષ્ટ્રની રક્ષા કરવા માટે યુદ્ધ કરવા તૈયાર છીએ. પરંતુ ભારત દ્વારા પાકિસ્તાન સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી નથી.
નૌકાદળે મિસાઈલ ટેસ્ટિંગ અને યુદ્ધાભ્યાસ પણ કર્યો

ભારતીય નૌકાદળે થોડ સમય પહેલા જ પોતાના યુદ્ધજહાજોમાંથી અનેક એન્ટિ-શિપ મિસાઇલ છોડીને, તેણે લાંબા અંતરના ચોકસાઇવાળા હુમલા માટે પોતાની તૈયારી સફળતાપૂર્વક સાબિત કરી હતી.
આ ફાયરિંગમાં ભારતીય નૌકાદળે મિસાઈલ ટેસ્ટિંગ અને યુદ્ધાભ્યાસ પણ કરી લીધો છે. સૂત્રો દ્વાર મળતી જાણકારી પ્રમાણે ભારત આગામી સમયમાં અનેક પ્રકારની યોજના બનાવી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને તેની ઊંઘ હરામ થઈ ગઈ છે.
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા બાદ મુંબઈ રેલવે હાઈ એલર્ટ, પોલીસે મોક ડ્રીલ યોજી
એક્સરસાઇઝ એટમેન હેઠળ એક મોટી લશ્કરી કવાયત

ભારતીય નૌકાદળની સાથે સાથે ભારતીય વાયુસેનાએ તાજેતરમાં એક્સરસાઇઝ એટમેન હેઠળ એક મોટી લશ્કરી કવાયત શરૂ કરી હતી. આ લશ્કરી કવાયતમાં પહાડો અને જમીનના લક્ષ્યો પર હવાઈ હુમલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ કવાયત સેન્ટ્રલ સેક્ટરમાં હાથ ધરવામાં આવી હતી. વાયુસેનાના પાઇલટ્સે ટેકરી અને જમીન પરના લક્ષ્યો પર હુમલો કરવાનો અભ્યાસ કર્યો. તેને અર્થ એ છે કે ભારતની ત્રણેય સેના કાર્યવાહી કરવામાં માટે તૈયાર છે.
ઈન્ડિયન એર ફોર્સે ફાઇટર જેટ્સનો યુદ્ધાભ્યાસ કર્યો
ભારત પાસે જે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ફાઇટર જેટ્સે યુદ્ધાભ્યાસ કર્યો હતો. જેમાં ગ્રાઉન્ડ એટેક અને ઇલેક્ટ્રોનિક વોરફેર ડ્રીલનો સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંતુ ભારતીય વાયુસેનાએ અંબાલા અને હાસીમારમાં 2 રાફેલ સ્ક્વોડ્રન તૈનાત કર્યા છે. પહલગામની આતંકવાહી હુમલામાં પાકિસ્તાનનો આડકતરી રીતે હાથ હોવાનું તો સાબિત થઈ ગયું છે.
ભલે પાકિસ્તાન કહેતું હોય કે, અમારો આમાં કોઈ હાથ નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે. ડરના માર્યા યુદ્ધની તૈયારીઓ કરી રહેલા આતંકવાદીઓના આકા ગણાતા પાકિસ્તાનની હેકડી કાઢી નાખવા માટે આ વખતે ભારત એક નહીં તમામ મોરચે લડવા માટે સજ્જ બન્યું છે, જેમાં એર ફોર્સ પછી હવે નેવી સજ્જ બન્યું છે.