લાડકી

મામાનું ઘર કેટલે. દીવો બળે એટલે?!

દિવ્યા નાની હતી ત્યારે પૂછેલું, ‘બા, મામાનું ઘર જ કેમ? કાકાનું ઘર, માસીનું ઘર, ફોઈનું ઘર પણ હોય જ ને?’

‘હા, હોય જ બેટા.’

‘તો પછી મારે એ બધાના ઘરે પણ જવું છે.’ એમ નાનકડી દિવ્યા એની મમ્મી રમાને કહેતી.

વેકેશન પડવાનું હોય ત્યાર પહેલાં બાળકો પોતાની ફરમાઈશ રજૂ કરી મા-બાપનું માથું ફેરવી નાખતાં. અનેક સવાલોના મા- બાપ પાસે (આજથી વીસ વરસ પહેલાં) એક જ જવાબ રહેતો કે રજા પડે એટલે બાપુજી મામાને ઘરે તમને મૂકી આવશે. મામાનું સુંદર ફાર્મ હાઉસ કે પછી હવા ખાવાનું હિલ સ્ટેશન ગણો, કે પછી કેરી ગાળો કરવાના મજાના દિવસો કે પછી મોસાળમાં રહી ધમાલ કરવાની મજા!

મામાના ઘરે જવાની પ્રથાને કારણે એ સમયની મામીઓ અને એનાં બાળકો એમના મામાના ઘરે જઈ શકતા નહીં. મામી પિયર નહીં જઈ શકતી. એથી મામાએ આખું વેકેશન મામીનો મૂડ સારો રહે એવી કસરત કરતા રહેવાની ફરજ પડતી. ઘણાં ઘરોમાં તો પછી મામા ને

આપણ વાંચો: મામાનું ઘર કેટલે. દીવો બળે એટલે?!

મામી, વેકેશન પડે એના ચાર મહિના પહેલાં, ‘આ વર્ષે સમર વેકેશનમાં ફરવા માટે નૈનીતાલ કે દાર્જિલિંગ જવાનાં છીએ.’ એવી જાહેરાત વારે ઘડી કરતાં રહેતાં. એવા કપરા સમયે દર વેકેશને મામાના ઘરે મોકલી આપતાં મા-બાપને પોતાનાં બાળકોને ઘેરવાનું, રમાડવાનું, ફરમાઈશ

પૂરી કરવાનું કામ માથે આવી પડતું, એ લોકો એકબીજા સામે દાંતિયાં ચીડિયાં કરતાં થઈ જતાં. ઘણીવાર ‘મામા નહીં, તો ઔર સહી!’ એમ વિચારી કાકા, ફોઈ કે માસીને ઘરે બાળકોને લઈ, રહેવા જવાનો પ્રવાસ ગોઠવી દે છે.

આવો પ્રવાસ જ્યારે એ લોકો કરે, ત્યારે ફોન કરીને ‘અમે તમારે ત્યાં આવીએ છીએ.’ એવું કહેતાં નથી. કારણ કે એવું કહેવામાં મોટું જોખમ એ રહે છે કે એઓ કદાચ એમ પણ કહી દે કે, ‘હમણાં તમે નહીં આવશો. કારણ કે અમે જ અમારા કાકાને ત્યાં રહેવા જઈએ છીએ અથવા અમે પણ વેકેશન પ્રવાસે નીકળીએ છીએ.’ એવું બહાનું કાઢે તો બાવાનું તો બધું જ બગડે.

જો કે ગામડામાં રહેતા મામાઓનાં મોટાં ઘર, ફળિયા અને આંબાવાડીઓમાં ગમે એટલાં બાળકો આવતાં રહે, તો પણ ત્યાં જરા સરખી અડચણ પડતી નથી. ઓટલા પર ખુલ્લા આકાશ નીચે

આપણ વાંચો: ઝબાન સંભાલ કે : મામા કરે ગુણાકાર ને મામી કરે ભાગાકાર…

ખાટલા પર ચંદ્ર અને તારા ગણતાં ગણતાં સૂવાની અને આજીબા, આજી બાપા, મામા – મામી, એમનાં બાળકો સાથે વાર્તાઓ, જોડકણાં, નદી કે પર્વત, થપ્પો (સંતાકૂકડી), ચોર – સિપાઈ અને મામાના ઓશીકાથી ફાઇટિંગ કરી, એ ફાટે અને એનું રૂ ઊડે નહીં, ત્યાં સુધી ખાલી ખાલી મસ્તી લૂંટવાની કેવી મજા! (હવે તો આવાં વર્ણન પુસ્તકમાં જ વાંચવા મળે છે! )

આખા ફળિયામાં ભર ઉનાળે કુદરતી એ.સી.નો પવન ફળિયાનાં
ઝાડવાં આપે. દરેક ઘરના લોકો ફળિયામાં ખાટલા ઢાળીને સૂઈ
જાય. એમ પણ ગામડામાં મોટી વયના વયસ્કો વહેલાં ઊંઘી જનારા
હોય છે. જ્યારે શહેરમાંથી ગામડામાં આવેલાં બાળકોને, રાત પડે
ને ફળિયામાં વહેતા ઠંડા ઠંડા પવનમાં રમવાનો થનગનાટ થતો
હોય. એમાંય સંતાકૂકડી વખતે આ ટોળકીનાં બાળકો વડીલોના
ખાટલાની નીચે વડીલની ચાદર ઓઢીને (ખેંચીને) સંતાઈ જાય.
એમાંય તોફાની ટપુડાઓ ક્યારેક ક્યારેક પલંગને જાણી જોઈને
ઊંચો નીચો કરીને પલાયન થઈ જાય. બીજે દિવસે આ વયસ્કો
મામાના ઘરે ફરિયાદ લઈને આવે કે, ‘તમારે ત્યાં આવેલાં બાળકો રાતના ઊંઘવા દેતા નથી. તેઓ ખાટલા નીચે ભરાઈને અમને ભર ઊંઘમાંથી ઉઠાડે છે.’

નાનકડો નીરજ એ અદાલતમાં પૂરી નિર્દોષતા દાખવતાં પૂછતો, ‘દાદાજી, તમે નાના હતા, ત્યારે તમે સંતાકૂકડી રમતા નહીં?

કોઈને અમારી જેમ ઊંઘમાંથી જગાડતા નહીં? ઓહ! તો તો તમે બહુ ગુમાવ્યું!’

આપણ વાંચો: ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીઃ સુરતમાં મામા-ભાણેજે 1.43 કરોડ રુપિયા ગુમાવ્યાં

અને ફરિયાદ કરવા આવેલા વયસ્ક, બાળકના પ્રશ્નોથી પ્રભાવિત થઈને કહેતા, ‘અમે પણ રાતના તમારી સાથે રમીશું. અમને રમાડશોને દીકરા?’ અને વાતાવરણ મઘમઘ થઈને મહોરી ઊઠતું.

વહેલાં નહીં સૂઈ જતાં બાળકોને વડીલો વાર્તા કરતા, ત્યારે ટપુડાઓ એવા એવા પ્રશ્નો કરતાં કે વડીલો બોખલાઈ જતા. કેટલાક વડીલો તો વાર્તા કરતાં કરતાં પોતે સૂઈ જતા અને બાળકો અડધી રાતે ભેગાં થઈને ઉપલે માળે પકવવા મૂકેલી કેરી ખાઈ આવતાં. દાદા દાદીએ સંતાડેલી કેરીઓ પણ ખવાઈ જતી. પણ સૌથી વહાલાં વ્યાજ પર કંઈ ગુસ્સો
કરાય છે!

એકવાર દાદા વાર્તા કરવા બેઠા. ‘આજે ભગવાન રામની કથા તમને કહીશ. ભગવાન રામને ચૌદ વરસ વનમાં જવું પડ્યું હતું. ત્યાં ભગવાન રામ અને સીતાને ખૂબ દુ:ખો પડ્યાં…’

તરત નીરજે પૂછ્યું, ‘તે દાદા, તમે ભગવાન રામ વનમાં ગયા એમ કહ્યું. બરાબર?’

‘હા, બરાબર છે.’

‘જો રામ ભગવાન હોય, તો દાદા, ભગવાનને દુ:ખો કેવી રીતે ભોગવવાં પડે? એ તો ભગવાન છે. એ તો બીજાને સુખ કે દુ:ખ આપે.’

હવે દાદા શું જવાબ આપે? દાદાએ થોડીવાર ખરું ખોટું કહેવા પ્રયત્ન કર્યો. એટલે નીરજ અકળાયો અને બોલ્યો, ‘દાદા, તમે પહેલાં નક્કી કરો કે રામ ભગવાન હતા? જો ભગવાન હતા, તો એની પાસે સુખી થવાના હજાર રસ્તા હતા. હા, તમે ભગવાન રામની જગ્યાએ ખાલી ‘રામ વનમાં ગયા.’ એમ બોલો, તો એમને દુ:ખ આવે. કારણ કે એ આપણા જેવા માણસ હતા. અને માણસને તો દુ:ખ આવે જ!’

અને એટલામાં ખુદ મામા જ દાદાની સહાયે આવ્યા. ‘કેમ હજી જાગો છો? કાલે જલદી ઊઠીને ગાડામાં બેસી કેરી તોડવા જવાનું છે.’ એમ કહેતાં જ બાળકો ગાદલું ઓઢી સૂઈ ગયાં અને દાદાને હાશ થઈ. બાકી દાદાએ નીરજનું ટ્યૂશન રાખવું પડત !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button