જ્વેલ થીફ રિવ્યુઃ પોતાની ક્લાસિક ફિલ્મના નામે આવું ગતકડું કરવા બદલ વિજય આનંદે કેસ ન ઠોકી દેત

(ફિલ્મને 1 સ્ટાર)
હોઠો પે ઐસી બાત જો દબા કે ચલી આઈ…આ ગીતનો સાંભળ્યું જ હશે. વિજય આનંદની અહેડ ઓફ ટાઈમ ફિલ્મોની યાદીમાં જ્વેલ થીફનું નામ ચોક્કસ લેવામાં આવે.
તે સમયે આવા એ કાલ્પનિક પ્લોટને લોકો સામે મૂકનારા વિજય આનંદ જો હયાત હોત અને જો સૈફ અલી ખાનની ફિલ્મ જોઈ લે તો પોતાની ફિલ્મનું ટાઈટલ આ રીતે ડૂબતું જોઈ કેસ જ ઠોકી બેસે. ખૈર, ફિલ્મ બની ગઈ છે અને ઓટીટી પર રિલિઝ પણ થઈ છે તો રિવ્યુ તો આપવો જ પડશે.
આપણ વાંચો: Ground Zero film review: પહેલગામ હુમલા બાદ દેશના સેન્ટીમેન્ટ્સને અનુરૂપ છે આ ફિલ્મ…
શું છે સ્ટોરી
સ્વાભાવિક રીતે આ ચોરની વાત છે કારણ કે નામ જ જ્વેલ થીફ છે. 500 કરોડના હીરાની ચોરીની વાર્તા છે. એક વિલન છે જેના વિશે આખા ક્રાઈમવર્લ્ડને ખબર છે, પરંતુ મુંબઈ પોલીસ નથી ખબર અને દુનિયાની પોલીસને પણ નથી ખબર. હવે તેની નજર 500 કરોડના હીરા પર છે. તેની ચોરી કરવા માટે તે એક ચોરના પિતાને બ્લેકમેઈલ કરે છે.
મુંબઈ પોલીસના એક અધિકારીએ સરકારી ખર્ચે બે માણસોને તે કુખ્યાત ચોરનો પીછો કરવા મોકલ્યા છે જે વિદેશમાં ફરે છે અને ફક્ત તેના પર નજર રાખે છે અને તેમાંથી એક ચિપ્સ ખાઈને એટલો જામી ગયો છે કે તે ચાર ડગલાં પણ દોડી શકતો નથી. તેમને ખો દઈને તે કુખ્યાત ચોર મુંબઈ આવે છે કારણ કે તે હીરો પણ મુંબઈ આવવાનો છે. હવે ફરી આ વાત બધા જાણે છે માત્ર મુંબઈ પોલીસને ખબર નથી. બસ આ હીરાની ચોરીનો ખેલ ફિલ્મની વાર્તા છે.
ફિલ્મનું ટ્રેલર જોઈને યશરાજની ધૂમની સિરિઝ યાદ આવે પણ તે પ્રકારનું કંઈ ફિલ્મમાં નથી.
આ ફિલ્મના નિર્માતા, સિદ્ધાર્થ આનંદ, યશ રાજના કેમ્પમાંથી આવ્યા છે અને શક્ય છે કે તેમણે પહેલા આ વાર્તા યશ રાજને વેચવાનો પ્રયાસ કર્યો હોય અને પછીથી તેને પોતે પૈસાથી બનાવવાનું નક્કી કર્યું હોય. સવાલ માત્ર એ છે કે નેટફ્લિકસ આને ખરીદવા કઈ રીતે તૈયાર થયું.
આપણ વાંચો: Phule Film Review: મનોરંજન માટે નહીં ઈતિહાસનું આ ચેપ્ટર જોવા માટે જોવા જેવી ફિલ્મ
કેવી છે એક્ટિંગ અને ડિરેક્શન
આ પ્રકારની ફિલ્મોમાં લેખક પોતાના વિશ્વમાં દર્શકને લઈ જાય એટલે તર્ક પણ તેમના જ હોય. આવી ફિલ્મો લાર્જર ધેન લાઈફ હોવી જોઈએ અને સતત ઝટકા દેતી હોવી જોઈએ, પણ એવું કંઈજ નથી. તર્ક તો શોધીને થાકી જવાય.
રહી વાત એક્ટિંગની તો નવાઈ લાગે કે તમામ મુખ્ય પાત્રો પોતાના કિરદારમાં કંઈ ખાસ કરી શક્યા નથી. સૈફ અલી ખાન આવા રોલમાં વારંવાર જોવા મળે છે અને હવે તે કરતા કરતા થાક્યો ને આપણે જોતા જોતા.
દૂરથી વાણી કપૂર જેવી લાગતી નિકિત્તા દત્તા પાસે કરવા માટે ખાસ કંઈ છે નહીં. જેની પાસેથી સૌથી વધારે અપેક્ષા હોય તે જયદીપ આહલુવાલિયા પણ પોતાના રોલમાં જામતો નથી. ફિલ્મ જોઈને તેની રોલની પસંદગી સામે પણ સવાલ ઉઠે. ગીત-સંગીત બધુ ઠીકઠીક છે. ફિલ્મ આમ ભવ્ય લાગે છે પણ તેની ભવ્યતા દર્શકોની આંખોમા વસતી નથી.
તમે ભલે જૂની ફિલ્મોના શોખિન ન હો, પણ જો આ નામની ફિલ્મ જોવી જ હોય તો દેવાનંદની જ્વેલ થીફ જોઈ લેજો. બાકી તમારી મરજી
મુંબઈ સમાચાર રેટિંગઃ 1