અમરેલી

અમરેલીઃ સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ આપઘાત કરતાં ચકચાર…

અમરેલીઃ સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણી(ઉ.વ.32) એ આપઘાત કર્યો હતો. સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતના કારણની તપાસ શરૂ કરી હતી.

પત્નીએ કર્યો હતો ભરણપોષણ માટે દાવો
મૃતક અંકુર રામાણીના પિતા બાવચંદભાઈ રામાણીના જણાવ્યા મુજબ, તેના પુત્રના લગ્ન 10 વર્ષ પહેલા મોટા ભમોદ્રા ગામની કોમલ સાથે થયા હતા. છેલ્લા એક વર્ષથી બંનેમાં ખટરાગ હતો. પુત્રવધૂએ ભરણપોષણ માટે દાવો કર્યો હતો. તેના ટેન્શનમાં તેમણે આવું પગલું ભર્યું હોઈ શકે છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અંકુર રામાણીના નિધનથી શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બુધવાર, 30 એપ્રિલના રોજ તેમના માનમાં સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે.

આપણ વાંચો : અમરેલી પોલીસ બેડામાં મોટી કાર્યવાહી; એકઝાટકે 14 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button