ઇન્ટરનેશનલનેશનલ

ભારત સરકાર એકશન મોડમાં, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું એક્સ એકાઉન્ટ બેન કર્યું

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે. જેમાં ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનારા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પરમાણુ હથિયારના ઉપયોગની ધમકી

પહેલગામ હુમલા બાદ ભારત સિંધુ જળ સંધિને સ્થગિત કરી છે. જેની બાદ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન હાઈ અલર્ટ પર છે અને સેના સંપૂર્ણ તૈયાર છે. તેમજ ધમકી પણ આપી હતી કે પાકિસ્તાન અસ્તિત્વ ટકાવી રાખવા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. તેમના આ નિવેદન બાદ ભારત સરકારે આ પગલું ઉઠાવ્યું છે.

આપણ વાંચો: પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ, ગણાવ્યો દુષ્ટ દેશ

યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો

આ ઉપરાંત ભારત સરકાર, ઇન્ડિયન આર્મી અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સેન્સેટીવ કન્ટેન્ટ, ખોટી અને ભ્રામક સ્ટોરીઝ અને ફેક ન્યુઝ ફેલાવવા બદલ સરકારે યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.

જેમાં પાકિસ્તાનની ન્યુઝ ચેનલ ડોન ન્યૂઝ, સમા ટીવી, આર્ય ન્યૂઝ, જીઓ ન્યૂઝની યુટ્યુબ ચેનલો ભારતમાં બેન કરવામાં આવી છે. ભારતમાં શોએબ અખ્તર, આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવા પાકિસ્તાની યુટ્યુબર્સના વિડીયો પણ જોવા નહીં મળે. બેન કરવામાં આવેલી ચેનલોના કુલ 63 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.

ભારત સરકારે બેન કરેલી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો સર્ચ કરતા એક પેજ દેખાય છે જેમાં લખેલું છે, “રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ કન્ટેન્ટ હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button