કેટલી છે Anant Ambaniની કુલ નેટવર્થ, કેટલો છે પગાર? આંકડો જાણીને ચોંકી ઉઠશો…

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ત્રણેય સંતાનો આકાશ અંબાણી આકાશ અંબાણી (Akash Ambani), ઈશા અંબાણી (Isha Ambani) અને અનંત અંબાણી (Anant Ambani) સંસ્કારો અને ઉત્તમ કારીગરીના મામલે એકદમ બેજોડ છે. પરંતુ આ બધા વચ્ચે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ એ કરી દેખાડ્યું છે જે તેમના બંને સંતાનો ઈશા અને આકાશ પણ નથી કરી શક્યા. એટલું જ નહીં શું તમને ખબર છે કે અનંત અંબાણી (Anant Ambani)ની નેટવર્થ કેટલી છે? નહીં ને,
ચાલો તમને આ વિશે જણાવીએ-
મળતી માહિતી મુજબ અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પૂર્ણકાલિન કાર્યકારી નિર્દેશક બનાવામાં આવ્યો છે. આવું પહેલી વખત થયું છે જ્યારે ત્રણેય ભાઈ-બહેનમાં અનંચ અંબાણીને ગ્રુપની કોઈ કંપનીના પૂર્ણકાલિક કાર્યકારી નિર્દેશકની જવાબદારી સોંપવામાં હોય. જોકે, આ પહેલાં એની પાસે બીજી અનેક જવાબદારી આપવામાં આવી હોય. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાના ધનવાન પરિવારના નાના રાજકુમાર અનંત અંબાણી કેટલી સંપત્તિના માલિક છે?
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની કુલ સંપત્તિ 3.3 લાખ કરોડ રૂપિયા એટલે કે આશરે 40 બિલિયન ડોલર છે. અનંત પોતાની આ પ્રોપર્ટી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તેની 0.12 ટકા જેટલી છે જે આશરે 80.5 વાખ શેર જેટલી છે.
વાત કરીએ અનંત અંબાણીની એન્યુઅલ સેલેરી વિશે તો અનંતને 4.2 કરોડ રૂપિયા સેલરી તરીકે ચૂકવવામાં આવે છે. આ સેલેરી તેના બિઝનેસ કોન્ટ્રિબ્યુશનને દર્શાવે છે. જોકે, તેમની મોટાભાગની આવક રોકાણ અને તેનાથી થતા રિટર્ન પર આધારિત છે.
અનંત અંબાણીએ 2024માં ગુજરાતના જામનગર ખાતે ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. એકદમ ગ્રાન્ડ વેડિંગમાં દેશ-વિદેશથી અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી અને આ લગ્નની નોઁધ દેશી જ નહીં પણ વિદેશી મીડિયાએ પણ લીધી હતી.
આ પણ વાંચો…કેટલું હતું અંબાણી પરિવારના ઘરનું પહેલું ઈલેક્ટ્રિસિટી બિલ? આંકડો સાંભળીને….