આહારથી આરોગ્ય સુધી : આલ્કોહોલથી બચવું જરૂરી છે…

-ડૉ. હર્ષા છાડવા
આલ્કોહોલ પીવાના શોખીન લોકો દુનિયાભરમાં હાજર છે. આલ્કોહોલ પીનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
પહેલાની સરખામણીમાં હાલમાં આલ્કોહોલનું સેવન વધ્યું છે. આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થયું છે. આલ્કોહોલથી બચવું બહું મુશ્કેલ છે. સીધેસીધું આલ્કોહોલ પીનારાને તો નુકસાન છે જ પણ લગભગ દરેક વ્યક્તિ આડકતરી રીતે આલ્કોહોલ (દારૂ)નું સેવન કરે છે. આ બાબત ન જાણનારાને ચોંકાવનારી કદાચ લાગી શકે. આલ્કોહોલ લગભગ બધી જ પ્રોડક્ટ્સમાં વપરાય છે. જેને કારણે શરીરમાં રોગોનું પ્રમાણ મોટા પાયે વધ્યું છે. યુવાપેઢી નબળી પડી રહી છે. શારીરિક અને માનસિક રીતે નબળાઈનું પ્રમાણ વધ્યું છે. આલ્કોહોલ શરીરમાં પાચન થતું નથી તે સીધું રક્તપ્રવાહમાં અવશોષિત થાય છે. આલ્કોહોલમાં ઑક્સિજન નથી હોતું તે ફક્ત કાર્બનિક યોગિક જેના ચાર પ્રકાર છે. મિથાઈલ, આઈસોપ્રોપલ, ઈથનોલ ઓર્થલ, અન્ય મેથિલ પ્રોપેન-2, પ્રોપેનલ-2, ચીની આલ્કોહોલ. આ બધા જીવાણુ નાશક એજન્ટ છે. મનુષ્ય કેવળ અનાજના એથિલ પચાવી શકે છે. બીજા આલ્કોહોલ શરીરમાં પચતા નથી. જેને કારણે ગંભીર બીમારીઓ થઈ રહી છે. આલ્કોહોલ એ એક ડિપ્રેસેન્ટ છે જે બધી પ્રક્રિયાને ધીમી કરી નાખે છે. આલ્કોહોલ ડિહાઈડ્રોજનેસ (ADH) દ્વારા એસ્ટિોલિનને ઉત્પાદિત કરે છે,
શરીરના ઑક્સિજનનો નાશ કરે છે. કોષોમાં કાર્બનનું પ્રમાણ અધિક થઈ જાય છે. જેથી ઘણીએ વ્યાધિઓ થાય છે. વ્યાધિ થતાં દવાઓનું સેવન કરવું પડે છે, દવાઓ પણ આલ્કોહોલથી બને છે. તેથી શરીરને હાનિથી બચાવી શકાતું નથી. બીમારીઓ વધુને વધુ ગંભીર થતી જાય છે.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી: તડકામાં સૂકવેલા ખાદ્ય-પદાર્થનો વૈભવ
દરેક વર્ગના કે દરેક ઉંમરના વ્યક્તિઓને આલ્કોહોલથી બચવું બહુ જ મુશ્કેલ છે. આનું કારણ છે કે સવારથી રાત સુધીની વપરાતી દરેક વસ્તુઓમાં આલ્કોહોલનો ઉપયોગ થાય છે ખાદ્ય-પદાર્થ જેવા કે કોલ્ડડ્રીંક, બેવરેન્ડ, કેન જ્યુસ, કેનડ્રીંક, આઈસક્રીમ, ચોકલેટ, અમુક પ્રકારના બિસ્કીટ, કેક, યોગર્ટ, વિનેગર, અમુક બ્રેડ, સોયાસોસ, અન્ય અમુક સોસ, ચ્યુઈંગગમ, ડેઝર્ટ, કુકીઝ, સીરપ, લિક્વીડ સુગર, એસેન્સ, સુકવેલા ફળ, વેનીલા એસેન્સ, જેવી ઘણીયે ઉત્પાદનમાં આલ્કોહોલ વપરાય છે. પરફ્યુમ, બોડી સ્પ્રે બધી જ બ્યુટી પ્રોડક્ટસ, એન્ટિસ્પ્ટીક, બધા જ પ્રકારના ક્રીમ, લિક્વિડસોપ, માઉથવોશ, પેસ્ટ, રંગવાના પદાર્થ, બધા જ પ્રકારની દવાઓ હોમિયોપથીમાં લગભગ બાણું ટકા જેટલો આલ્કોહોલ હોય છે. ઉધરસની બધી જ સીરપ ઘાસતેલ અને આલ્કોહોલથી જ બને છે. આયુર્વેદિક આસવ અને આરિષ્ટ આલ્કોહોલ જ છે. (આયુર્વેદિક દવાઓ આથો આવવાથી બને છે જેથી આલ્કોહોલ જેવી જ છે) બધા જ પ્રકારની સફાઈની વસ્તુઓમાં પણ આલ્કોહોલ જ છે.
શરીરમાં આલ્કોહોલ જતાં એક બે દિવસમાં આની અસર જણાય છે. ઉબકા, ઊલટી, પેટમાં મરડો , માથુંભારી થવું, થાક લાગવો, શરીરમાં દુખાવો થવાથી જ શરૂઆત થાય છે. ઘણીવાર થોડા જ કલાકોમાં આની અસર વર્તાય છે. પેટને પ્રભાવિત કરે છે સોજા આવવા કે ગેસ્ટ્રાઈટસ થાય છે લાંબો સમય સુધી આલ્કોહોલ કે આલ્કોહોલ વપરાતી વસ્તુઓનું સેવન પેટમાં અલ્સર કરે છે. પછી કેન્સરમાં પરિવર્તિત થાય છે.
આંતરડામાં જતાં ત્યાં અલ્સર અને ગેસની સમસ્યા થાય છે સોજા આવતા દુખાવો થાય છે જે ઊર્જા અને વજનને પ્રભાવિત કરે છે.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : શીતલા અષ્ટમી એટલે આરોગ્યનો તહેવાર
લીવર ફેટી લીવરમાં પરિવર્તિત થાય છે. લીવર દારૂ કાઢવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેને તોડી ને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. અસમર્થ થતાં પિત્તની થેલીમાં પથરી થાય છે. બહારના ઠંડા પીણા આઈસક્રીમ કે ડેઝર્ટ ને કારણે થાય છે.
હાડકાં ભંગુર થાય છે એટલે પોચા પડી જાય છે અને ઓસ્ટ્રિયોપોરીસીસની સમસ્યા થાય છે. નખ વાળ તૂટે છે દાંતનો ક્ષય અને મોઢામાંથી દુર્ગંધ આવે છે. વિટામિન-ડી બગડી જાય છે.
ગર્ભાવસ્થા દરમ્યાન આલ્કોહોલીક પદાર્થનું સેવન કરવાથી ભ્રૂણ ને આલ્કોહોલ સ્પેક્ટ્રમ વિકાર થાય છે જેને કારણે તેમાં શારીરિક અને માનસિક ખામીઓ જણાય છે. જેને (FASD) કહેવાય છે.
મસ્તિષ્કમાં અવસાદ, ચિંતા, તાણ, ભય, મનોભ્રંશ (જેને વર્નિકર અન્સેફેલોપેથી કહેવાય છે.) બીજી આવી જ બીમારી જેને કોરોસ્કકોફો કહેવાય છે, જેમાં મેમરી ડિફીકલ્ટી થાય, વિટામિન બી-1ની સમસ્યા થાય છે, ઈટિંગ ડીસઓર્ડર થાય છે. (ખાવાનો કોળિયો ગળી ન શકાય) સ્ટ્રોક આવે છે.
હૃદયરોગ, સોરાયસીસ (ગંભીર બીમારી) ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોની શક્યતા વધી જાય છે. અંગ વિકાર, કોમા જેવી પરિસ્થિતિ સર્જાય છે.
આજની યુવા પેઢી દ્વારા બહારના ખાદ્ય-પદાર્થ તેમજ કેફેનનો વધુ ઉપયોગ, પરફ્યુમ બોડી સ્પ્રેના ઉપયોગથી પ્રજનનક્ષમતા ઘટી ગઈ છે. તેમ જ તેઓને લગ્નબંધન પણ ગમતાં નથી. કારણ કે આ પદાર્થોના સેવનને લીધે શારીરિક અને માનસિક ક્ષમતા ઘટી ગઈ છે. દારૂ સાથે સોડાનું સેવન કે કોમ્બિનેશન DAN પર સીધી અસર કરે છે. સોડામાં સામાન્ય રીતે કાર્બોરેટેડ પાણી, રંગ, કેફીન, ફોસ્ફારિક એસિડ, સાઈટીક એસિડ હોય છે આવી સ્થિતિમાં વધુ પડતાં સોડાથી સ્થૂળતાથી લઈને ડાયાબિટીસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને હૃદયની સમસ્યાઓ થઈ શકે છે. જેથી અચાનક મૃત્યુ થાય છે.
આલ્કોહોલીક ખાદ્ય-પદાર્થથી છાતીમાં જલન અને બળતરા થાય છે. ગળાની માંસપેશી શિથિલ થાય છે જેથી એસિડ ગળામાં પાછું જાય છે ને સોજા અને જલન થાય છે. ઘણીવાર ઊલટી આવે છે અને ગંભીર પરિસ્થિતિમાં રક્તસ્ત્રાવ થાય છે.
હોટલો, ધાબા કે બહારના ફેક્ટરીના ખાદ્ય-પદાર્થ આલ્કોહોલ અને કેમિકલ વગર બનતાં નથી. સારાં સ્વાસ્થ્ય માટે ઘરના ભોજન સિવાય કોઈ વિકલ્પ નથી ઘરમાં બનતાં ભોજનમાં
પણ બહારની રેડી પેકેટનો ઉપયોગ ન થવો જોઈએ. સ્વાદ માટેની દોડાદોડ બંધ કરવી
જરૂરી છે. ગૃહિણી આળસ ત્યાગે અને શુદ્ધ ભોજન બનાવાની પરંપરાગત વ્યવસ્થાને શીખી લેવી જરૂરી છે. એ આગળની પેઢી માટે ખૂબ જ જરૂરી છે.
આલ્કોહોલ સીધું જ લોહીમાં જતાં હિમોગ્લોબીન પર ખૂબ જ માઠી અસર કરે છે. રક્ત વિકાર થાય છે અંતે લોહી ચડાવાની જરૂર પડી જાય છે.
આલ્કોહોલ પેટમાં જતાં એસ્ટીટાઈડ બને તેથી લીવરમાં સોજા અને સડવાનું શરૂ થાય પછી ફોરમીક એસિડ બને તેથી લીવર વધુ બગડે. એસ્ટીટાઈડ નાબૂદ કરવા પિત્ત જરૂરી છે. પિત્તનું પાવર ફૂલ હોવું જરૂરી છે તે બગડતા લીવરની સાથે સાથે બીજી બીમારીઓ વધી જાય છે. પ્રોટીન પચવા ભારે થઈ જાય.