શેરબજારમાં ઉતાર-ચઢાવ, આજે આ પરિબળો માર્કેટને કરશે અસર

મુંબઈઃ સપ્તાહના બીજા કારોબારી દિવસ મંગળવારે ભારતીય શેરબજારની વધારા સાથે શરૂઆત થઈ હતી. થોડીવારમાં જ માર્કેટમાં ઘટાડો થયો હતો. ઉતાર ચઢાવ વચ્ચે ભારતીય શેરબજારમાં હાલ કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સ 69 પોઈન્ટના ઘટાડા સાથે 80148 અને નિફ્ટી 50 પણ 23ના ઘટાડા સાથે 24304 પોઈન્ટ પર છે.
વધેલા-ઘટેલા શેર
ટાટા મોટર્સ ,રિલાયન્સ, ભારતી એરેટલ, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોટક બેંક, એશિયન પેઈન્ટ્સ, ટાઈટનના શેરની કિંમત વધી હતી. જ્યારે ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર, એનટીપીસી, મારુતિ, પાવરગ્રીડ, બજાજ ફાયનાન્સ, સનફાર્માના શેરની કિંમતમાં ઘટાડો થયો હતો.

આજે ભારતીય શેરબજારને કયા પરિબળો અસર કરશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 90 દિવસની કામચલાઉ ટેરિફ રાહતથી ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર ચર્ચાઓને વેગ મળવાની અપેક્ષા છે. ભારતથી વિપરીત, અમેરિકા દ્વારા ચીનને ટેરિફમાં છૂટ આપવામાં આવી નથી. આનાથી ભારતીય નિકાસકારોને ટૂંકા ગાળામાં સ્પર્ધાત્મક ફાયદો મળી શકે છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં ખરીદી કરી રહ્યા છે. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં રૂ. 17425 કરોડનું રોકાણ કર્યું હતું. 28 એપ્રિલે, વિદેશી રોકાણકારોએ 2,474.10 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. સ્થાનિક રોકાણકારોએ પણ 2,817.64 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.