ફાઈનાન્સના ફંડા : રોકાણકારો પર મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડે ખરો?

-મિતાલી મહેતા
મનોવિજ્ઞાનનાં પાસાંને જ્યારે નાણાકીય બાબતો સાથે સાંકળવામાં આવે છે ત્યારે બનતો વિષય ‘બિહેવિયરલ ફાઇનાન્સ’ તરીકે ઓળખાય છે. રોકાણકારો પરંપરાગત ફાઇનાન્શિયલ અને ઈકોનોમિક થિયરીઓમાં દર્શાવેલી અમુક ધારણા અનુસાર ભાગ્યે જ વર્તે છે. આવું કેમ છે એ પ્રશ્નનો જવાબ શોધવા માટે બિહેવિયરલ ફાઇનાન્સના અભ્યાસુઓએ ઘણી મહેનત કરી છે.
આ ઉદ્યોગના લોકો શેરબજારની હિલચાલ પાછળ મનુષ્યના ડર અને લોભ કેવી રીતે કામ કરી જાય છે એ દર્શાવે છે. નિર્ણયો લેવામાં લોકોના પૂર્વગ્રહો કેવી રીતે વચ્ચે આવે છે એનું વિશ્ર્લેષણ પણ તેમાં થાય છે. મનુષ્યનું વર્તન તર્કબદ્ધ ધારણાઓ કરતાં વિરુદ્ધ દિશામાં કેમ ચાલ્યું જાય છે એનાં કારણ બિહેવિયરલ ફાઇનાન્સ આપે છે. દરેક જણ વધુ તર્કબદ્ધ અને વ્યવહારુ નિર્ણયો લેવા કેવી રીતે સક્ષમ બની શકે એની માર્ગરેખા આ વિષય પૂરી પાડે છે.
કોગ્નિટિવ એરર્સ
કોગ્નિટિવ એરર્સ એટલે બીજું કંઈ નહીં, પણ વિચારબુદ્ધિની ચૂક. રોકાણકારો પોતાના વિચારોને કારણે થાપ ખાઈ જતા હોવાથી ખોટા નિર્ણયો લેવાઈ જાય છે. તેને કારણે બજાર પણ અસરકારક રીતે કામ કરી શકતું નથી. આમ થવા માટે લોકોના પૂર્વગ્રહો કારણભૂત હોય છે. આ જ કારણ છે કે બિહેવિયરલ ફાઇનાન્સમાં કોગ્નિટિવ સાયકોલોજી (વિચારબુદ્ધિસંબંધી મનોવિજ્ઞાન)ના ક્ષેત્રે ઊંડું સંશોધન થયું છે.
પૂર્વગ્રહ એટલે શું?
આપણે પોતાનાં મંતવ્યો અથવા માન્યતાઓને સાચાં ઠેરવવા માટે અમુક માહિતીને સાચી ગણી લઈએ છીએ અથવા તો એને પોષે એવી જ માહિતી મેળવવા જઈએ ત્યારે એને પૂર્વગ્રહ કહેવાય. આ જ કારણ છે કે આપણે ખરી રીતે તાર્કિક વ્યવહાર કેવી રીતે કરવો અને વાસ્તવમાં આપણે કેવી રીતે કરીએ છીએ એ બન્ને વચ્ચે તફાવત રહી જાય છે. પરિણામે, પૂર્વગ્રહોને લીધે આપણાથી ભૂલભરેલા નિર્ણયો લેવાઈ જતા હોય છે.
દરેક વ્યક્તિનું મનોજગત એની પોતાની વિચારસરણી, મંતવ્યો, દૃષ્ટિકોણ, ભૂતકાળના અનુભવો, પારિવારિક પાર્શ્વભૂ, વગેરેને કારણે ઘડાય છે. ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ કહેવાય છે એ જ રીતે માણસમાત્ર પૂર્વગ્રહને પાત્ર. આપણા પૂર્વગ્રહો આપણે સવારે જાગીએ એ ઘડીથી રોજિંદા જીવન પર અસર કરતા હોય છે. ધારો કે તમે સવારના પહોરમાં જિમ્નેશિયમમાં જવાનું નક્કી કરીને સૂઈ ગયા છો. જે માણસને કસરત ખરેખર વહાલી છે એ માણસ સવારે વહેલો ઊઠીને સીધો જિમ્નેશિયમમાં પહોંચી જશે, પણ જેણે નિર્ણય લીધો એ જ વખતથી એના મનમાં અવઢવ હતી માટે એ માણસ જિમમાં નહીં જવા માટે હજાર બહાનાં શોધી કાઢશે. આને જ કહેવાય પૂર્વગ્રહ. બિહેવિયરલ ફાઇનાન્સ ખરેખર મહત્ત્વનું છે?
આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડા : વરિષ્ઠ નાગરિક બચત યોજના જાણી લો, બીજા કેટલાક મહત્ત્વના મુદ્દા
તુલના
દરેક વ્યક્તિ અલગ હોય છે અને તેથી જ દરેકનો રોકાણનો પોર્ટફોલિયો પણ અલગ હોવાનો, પણ લોકો આ વાત સમજતા નથી. બધા અલગ અલગ હોવા છતાં લોકો એકબીજા સાથે તુલના કરતા રહે ય છે :
‘તમારો પોર્ટફોલિયો મારા કરતાં વધારે વળતર કેવી રીતે આપી જાય છે’ એવો સવાલ લોકો બીજાનો પોર્ટફોલિયો જોઈને અથવા એના વિશે અંદાજ બાંધીને કરતા હોય છે. પસંદગીની
ઍસેટ બીજો અગત્યનો મુદ્દો એ છે કે દરેક વ્યક્તિની પોતાની પસંદગીની ઍસેટ હોય છે. અમુક લોકોને રિયલ એસ્ટેટમાં ફાયદો દેખાયો હોય અથવા થયો હોય તો એને એ વધારે પસંદ કરશે. એ સ્ટોક્સ કે બીજાં સાધનોમાં રોકાણ કરવાને પ્રાથમિકતા નહીં આપે.
બ્રૅન્ડ પ્રત્યેની વફાદારી
દરેક વ્યક્તિને કેટલીક બ્રૅન્ડ પ્રત્યે પણ વફાદારી થઈ જતી હોય છે. તમે કોઈને પૂછો કે એમનું ફેવરિટ ટૂથપેસ્ટ કયું છે તો પોતાના અનુભવના આધારે જ જવાબ આપશે. પોતાના ઘરમાં વપરાતું હોવાને લીધે અમુક ટૂથપેસ્ટ જ ઉત્તમ કહેવાય એવું આગ્રહપૂર્વક કહેવાતું હોય એ વાતનો અનુભવ તમે કર્યો હશે.
બ્રૅન્ડ પ્રત્યેની આવી વફાદારીને કારણે જ તમે જોઈ શકશો કે બજારમાં કેટલીક બ્રૅન્ડ અન્યો કરતાં વધારે ઊંચા ભાવ લેતી હોય છે. લોકો આ જ વફાદારીને લીધે ફરી ફરી એ જ બ્રૅન્ડની વસ્તુઓ ખરીદે છે. તત્કાળ સુખ કોઈ પણ વસ્તુ તત્કાળ મળી જાય અને એનો ઉપભોગ કરીને આનંદની પ્રાપ્તિ થઈ જાય એને તત્કાળ સુખ એટલે કે ‘ઇન્સ્ટંટ ગ્રેટિફિકેશન’ કહી શકાય. લોકોને સેલમાં સસ્તા ભાવે વસ્તુઓ મળતી હોય ત્યારે લોકો એની ખરીદી કરવા પડાપડી કરે એ ઇન્સ્ટંટ ગ્રેટિફિકેશનનું ઉત્તમ
ઉદાહરણ છે. પોતાને જરૂર ન હોવા છતાં વસ્તુઓ ખરીદવામાં આવતી હોય છે. કહેવા ખાતરના એક ડિસ્કાઉન્ટને કારણે આપણું વર્તન કેવી રીતે બદલાઈ જાય છે એનું આ ઉદાહરણ છે.
આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડા: સુકન્યા સમૃદ્ધિ યોજના આ પણ જાણી લો, અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દા…
વિશ્વાસનો અભાવ
ભૂતકાળમાં કોઈ કામ ઊંધું થઈ ગયું હોય અથવા કોઈ અપ્રિય અનુભવ થઈ ગયો હોય તો લોકોનો એમાંથી વિશ્વાસ ઊડી જાય છે. આ વાત પણ બિહેવિયરલ ફાઇનાન્સમાં
આવે છે.