જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં આ રીતે બચ્યો ભરૂચનો દવે પરિવાર, જણાવી સમગ્ર ઘટના

ભરૂચ : જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. જોકે, આ ઘટનામાં ગુજરાતના ભરૂચના દવે પરિવારનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાની વિગત પ્રકાશમાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ દવે પરિવાર દેવદારના લાકડામાંથી કિચન બનાવવામાં વ્યસ્ત હતો. તેમજ કિચન બનાવતી વખતે અક્ષરમાં ભૂલના લીધે તેમને બૈસરન ઘાટીના મીની સ્વિટ્ઝર્લેન્ડ પોઈન્ટ પર પહોંચવામાં વિલંબ થયો હતો. જેના લીધે તેમનો જીવ બચી ગયો હતો. તેમને બપોરે 12:30 વાગ્યે બૈસરનના મીની સ્વિટ્ઝર્લેન્ડ પોઈન્ટ પર પહોંચવાનું હતું. આ સ્થળે જ આતંકવાદી હુમલો થયો હતો.
અક્ષરમાં ભૂલને સુધારવા જતાં તેમને વધુ સમય લાગ્યો હતો.
આ ઘટના અંગે માહિતી આપતા ભરૂચના સંધ્યા દવેએ જણાવ્યું હતું કે તે તેમના પતિ ઋષિ દવે અને એનઆરઆઈ બહેન-બનેવી એક પેકેજ ટૂર દ્વારા કાશ્મીર પ્રવાસે ગયા હતા. જેમાં બૈસરન ઘાટી પહોંચતા પૂર્વે તે એક સેલ્ફી પોઇન્ટ પર રોકાયા હતા. તેમજ સંધ્યાબેનની નજર એક સ્થાનિક કારીગર તરફ ગઈ જે દેવદારના લાકડામાંથી કિચેન બનાવતો હતો. જેના લીધે તેવો ત્યાં કિચન બનાવવા માટે રોકાયા હતા અને અક્ષરમાં ભૂલને સુધારવા જતાં તેમને વધુ સમય લાગ્યો હતો.
દવે પરિવાર પણ અન્ય પર્યટકો સાથે જીવ બચાવવા દોડયા
ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો અને ભય ફેલાય ગયો હતો. જ્યારે ટુર ઓપરેટરના ડ્રાઇવરે પણ તરત તેમને પરત ફરવાની સલાહ આપી હતી. તેમજ એક ટોળું દોડતું આવ્યું અને આતંકી હુમલાની માહિતી આપી. તેની બાદ દવે પરિવાર પણ અન્ય પર્યટકો સાથે જીવ બચાવવા માટે હોટલ તરફ દોડી ગયો હતો. તેમનો કાશ્મીર પ્રવાસ 10 દિવસનો હતો અને બૈસરન તેમના પ્રવાસનું અંતિમ સ્પોટ હતું .