DC vs RCB: વિરાટ કોહલી અને કે એલ રાહુલ મેદાન પર ઝઘડી પડ્યા! જાણો શું હતું કારણ

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 46મી મેચ ગઈ કાલે રવિવારે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચમાં RCBએ 6 વિકેટે શાનદાર જીત મેળવી. આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે મેદાન પર ઉગ્ર દલીલ (Virat Kohli- KL Rahul Clash) જોવા મળી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
RCBની ઇનિંગ દરમિયાન જ્યારે વિરાટ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે DCના વિકેટકીપર કે એલ રાહુલ સાથે દલીલો થઇ હતી. બંને ખેલાડીઓ વચ્ચે થયેલી બોલાચાલી જોઈને ચાહકોને આશ્ચર્ય થયું, કેમ કે બંને ઘણા લાંબા સમયથી ભારતીય ટીમ માટે રમે છે અને IPL દરિયાન પણ એકબીજા પ્રત્યે આદર સાથે વર્તે છે.
શું હતો મામલો?
મેચ બાદ ભારતીય ટીમ ભૂતપૂર્વ સ્પિન બોલર પિયુષ ચાવલાએ જણાવ્યું કે શા માટે બંને ખેલાડીઓ વચ્ચે દલીલો થઇ હતી. ચાવલાના જણાવ્યા અનુસાર, DCએ ફિલ્ડિંગ ગોઠવવામાં ઘણો સમય લીધો હતો, જેનાથી કોહલી નાખુશ જણાતો હતો અને તેણે રાહુલને આ અંગે ફરિયાદ કરી હતી. વિકેટકીપર રાહુલ કોહલીના શબ્દોથી ગુસ્સે થઈ ગયો હતો.
RCB ની જીત:
ગઈ કાલની મેચમાં RCB એ 6 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં, RCB ના કેપ્ટન રાજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા DCએ 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં, RCBએ કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી 19મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
આપણ વાંચો…રોહિત શર્માએ આ ખેલાડીને કહી દીધું, `ક્યા રે એ હીરો, ઘર કા ટીમ હૈ ક્યા?’