અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે ધોલેરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે અને તેમની અટકાયત કરવામાં માટે ધોલેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાગરિકોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવેલી કોમ્બિંગમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામેલ થયા હતાં.

આપણ વાંચો: અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર પોલીસની કાર્યવાહી, 500થી વધુની અટકાયત

ધોલેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગ કરવામાં આવ્યું

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને આ કોમ્બિંગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કોમ્બિંગમાં કોઈપણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી.

નાગરિકોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવેલી આ કોમ્બિંગમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ પોલીસ સ્ટેશનના અને તમામ બ્રાન્ચના અધિકારીઓ હાજર હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અનેક બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ગૃહ મંત્રાલયની લાલ આંખઃ કડક કાર્યવાહીનો આદેશ

અત્યાર સુધીમાં હજારો લોકોની ધરપકડ કરવામાં આવી

અત્યારે ગુજરાતભરમાં વિદેશી ઘૂસણખોરોને શોધી પાડવા માટે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે હવે ભારત સરકાર દ્વારા તેમને ડિપોર્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત અનેક શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button