ભારતની તૈયારીઓથી પાકિસ્તાનમાં ગભરાટ; બિલાવલ ભુટ્ટોના પરિવારે દેશ છોડ્યો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે વિવિધ રીતે કડક કાર્યવાહી કરી રહ્યું છે. સિંધુ જળ સંધિ રદ કરી છે અને પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સને કાર્યવાહી માટે તૈયાર કરવામાં આવી રહી છે.
ભારતના સંભવિત હુમલાથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે, અહેવાલ મુજબ ઘણા લોકો દેશ છોડી રહ્યા છે. અહેવાલ મુજબ પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટો(Bilawal Bhutto)ના પરિવારે પાકિસ્તાન છોડી દીધું હતું.
અગાઉ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના પરિવારે તાજેતરમાં દેશ છોડી દીધો હતો. હવે સમાચાર છે કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના વડા બિલાવલ ભુટ્ટોનો પરિવાર પાકિસ્તાન છોડીને કેનેડા ભાગી ગયો છે.
આપણ વાંચો: આતંકવાદી હુમલા બાદ ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ ગીતો યુટ્યુબ ઇન્ડિયા પરથી OUT
બિલાવલ ભુટ્ટોની હવા નીકળી:
નોંધનીય છે કે આ એ જ બિલાવલ ભુટ્ટો છે જેણે સિંધુ જળ સંધિ રદ થયા પછી ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતાં. બિલાવલ ભુટ્ટો ભારતને ધમકી આપી હતી કે જો પાકિસ્તાનનું પાણી બંધ કરવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે.
આ ધમકીના થોડા દિવસ બાદ સમાચાર મળ્યા છે કે તેમના પરિવારના સભ્યો બખ્તાવર ભુટ્ટો અને આસિફા ભુટ્ટો પાકિસ્તાન છોડીને કેનેડા ચાલ્યા ગયા છે.
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર ભારતમાં મજબૂત લાગણીઓ: અજિત પવાર
પાકિસ્તાન સેનાનું મનોબળ નબળું પડ્યું:
ભારત દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ જોઈને પાકિસ્તાન સેનાનું મનોબળ નબળું પડી ગયું હોય એવું લાગે છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાની સેનાના ઘણા અધિકારીઓએ તેમના પરિવારોને વિદેશ મોકલી દીધા છે. મતલબ સ્પષ્ટ છે કે પાકિસ્તાની સેનાના અધિકારીઓને વિશ્વાસ નથી કે તેઓ તેમના દેશની રક્ષા કરી શકશે.
નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ આતંકવાદીઓ અને તેમના આકાઓ સામે કડક કાર્યવાહી કરવા મક્કમ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ દુનિયામાં ગમે ત્યાં છુપાયેલા હોય, તેમને શોધી કાઢવામાં આવશે. ઇન્ડિયન નેવી અરબી સમુદ્રમાં મિસાઇલનું પરીક્ષણ કરીને રહ્યા છે.