નેશનલ

નૂંહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 7 સફાઈકર્મીના મૃત્યુ, 4 ઘાયલ

નવી દિલ્હીઃ હરિયાણાના નૂંહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં 7 સફાઈકર્મીના મૃત્યુ થયા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈબ્રાબિમબાસ ગા પાસે ફૂલ સ્પીડમાં આવેલી પિક અપે સફાઈ કામ કરતાં કર્મચારીઓને અડફેટે લીધા હતા. જેમાં 6 સફાઈકર્મીના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. એકનું સારવાર દરમિયાન મોત થયુ હતું, જ્યારે 4 કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા.

હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. દુર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને પિકઅપ ડ્રાઈવર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાની મદદથી દુર્ઘટનાની સ્થિતિનો તાગ મેળવવામાં આવશે.

અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પિકઅપની ટક્કર એટલી જોરદાર હતી કે રોડ પર લાશના ટુકડા વેરવિખેર પડ્યા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી પિકઅપ ચાલકને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પહેલા પણ આ એક્સપ્રેસ વે પર અનેક વખત ગાઢ ધુમ્મસ, ઓવર સ્પીડ અને બેદરકારના કારણે દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનાએ ફરી એક વખત સડક સુરક્ષા અને એક્સપ્રેસ વે પર કાર્યરત કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા હતા.

શુક્રવારે વડોદરાના ડભોઇ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો ગાડી અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જો કે અકસ્માત સર્જીને બોલેરો ચાલક નાસી છૂટ્યો હતો. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક પોલીસ કર્મી સહિત 3 વ્યક્તિના મોત થયા હતા. જેમાંથી મૃતક પોલીસકર્મી મુકેશભાઈ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હોવાની વિગતો મળી હતી. ત્રણે મિત્રો લગ્ન પ્રસંગે કવાંટ ગયા હતા અને ત્યાંથી પરત ફરતા સમયે આ અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો…માર્ગ અકસ્માતમાં યુવકનું મૃત્યુ: પરિવારને ૩૧.૩૪ લાખનું વળતર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button