ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની કગારે, ધોનીનું દર્દ છલકયું

ચેન્નાઈ: આઈપીએલ 2025ના ચાલી રહેલા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે હોમ ગ્રાઉન્ડ ચેન્નાઈમાં બીજી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નઈ હજુ પણ પ્લેઓફની રેસમાંથી બહાર છે. આ ટીમ હજુ પણ દસમા ક્રમે છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ટીમ ફક્ત બે જ મેચ જીતી શકી છે. આ દરમિયાન હાર પછી ધોનીનું દર્દ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
હૈદરાબાદે ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
હૈદરાબાદની ટીમે ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું છે. આ મેચ પછી ચેન્નાઈ સુપર કિંગ્સ કેપ્ટન એમએસ ધોની ખૂબ જ ઉદાસ દેખાયા હતા. જ્યારે તેમને આ હારનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે સતત વિકેટ ગુમાવતા રહ્યા. જેના કારણે ટીમ મોટો સ્કોર કરી શકી નહીં. બીજી વાત એ છે કે પહેલી ઇનિંગમાં વિકેટ થોડી સારી હતી અને 157 રનનો સ્કોર સારો નહોતો. ધોનીએ કહ્યું કે વિકેટ વધારે ટર્ન નહોતી લેતી.
ધોનીએ ડેવાલ્ડ બ્રેવિસની પ્રશંસા કરી
ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોનીએ કહ્યું કે બીજી ઇનિંગમાં થોડી મદદ મળી. અમારા સ્પિનરોએ સારી બોલિંગ કરી છે. પરંતુ અમે 15-20 રન ઓછા કર્યા હતા. ધોનીને લાગે છે કે ડેવાલ્ડ બ્રેવિસે સારી બેટિંગ કરી હતી અને ટીમને મધ્યમ ક્રમમાં તેની જરૂર હતી. તેમણે કહ્યું કે જ્યારે સ્પિનરો આવે છે.ત્યારે બેટસમેન બેટિંગ કરે છે અથવા ડિફેન્સીવ રમે છે. અમારે આ ક્ષેત્રમાં સુધારો કરવાની જરૂર છે. જો તમારે એક બે ક્ષેત્રમાં સુધાર કરવાની જરૂર હોય તે કરી શકાય છે. પરંતુ વધારે ખેલાડી સારું પ્રદર્શન ના કરતા હોવ તો બદલાવની જરૂર હોય છે. આમ ચાલી શકાય નહિ. અમારી ટીમ મોટો સ્કોર કરી શકી ન હોતી.
ચેન્નાઈ પાસે હવે પાંચ મેચ બાકી
ચેન્નાઈની ટીમે આ વર્ષે આઈપીએલમાં 9 મેચ રમી છે અને બે જીત્યા બાદ તેના ફક્ત ચાર પોઈન્ટ છે. ટીમ પાસે હજુ પાંચ મેચ બાકી છે. ત્યારે જો ટીમ અહીંથી બધી મેચ જીતી જાય તો પણ તેના ફક્ત 14 પોઈન્ટ રહેશે. આટલા બધા પોઈન્ટ સાથે ટીમ ટોપ 4 માં પહોંચી શકે છે. પરંતુ આ વખતે જે શક્યતાઓ ઉભી થઈ રહી છે તે દર્શાવે છે કે આ વખતે આટલા બધા પોઈન્ટ કામ કરશે નહીં. બાકીની મેચોમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે અને ધોની ટીમમાં શું ફેરફાર કરશે તેની પર સૌની નજર છે.
આ પણ વાંચો…Viral Video: Rohit Sharma ડ્રેસિંગરૂમમાં બોલતો રહ્યો અને આકાશ અંબાણી અને હાર્દિક પંડ્યાએ…